સ્વામી વિવેકાનંદના એ મહાન વાક્યો જે જીવનમાં ઉતારી લેશો તો દુનિયાની કોઈ તાકાત તમને નહી હરાવી શકે

સ્વામી વિવેકાનંદનો આજે જન્મદિવસ છે, જેમણે પોતાના વિચારોથી લોકોનું જીવન રોશન કર્યું હતું. તેનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કોલકાતામાં થયો હતો. આ દિવસને યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા.

સ્વામી વિવેકાનંદ સાચા દેશભક્ત હતા અને તેઓની દેશભક્તિ કોઈથી છુપાયેલી નથી. તેમણે લોકોને મદદ કરવમ કદીય સંકોચ કર્યો નહીં, તેના બદલે તે લોકોની સેવા ઈશ્વરની ઉપાસના સમાન માનતા. સ્વામી વિવેકાનંદ હજી કરોડો યુવાનોને પ્રેરણા આપે છે. વ્યક્તિ તેના કિંમતી વિચારોથી ઘણું શીખી શકે છે. જીવન જીવવાની કળા અને સફળતાના સ્ત્રોત તેના વિચારોમાં છુપાયેલા છે.

વિવેકાનંદે અમેરિકાના શિકાગોમાં 1893 માં (વિશ્વ ધર્મ સભા) વર્લ્ડ રિલીઝન જનરલ એસેમ્બલીમાં દેશના સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા. તેમની યાદમાં તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તે આજે આખા દેશમાં કાર્યરત છે. વિવેકાનંદ જયંતિ નિમિત્તે, ચાલો આપણે તેમની સાથે સંબંધિત 10 મુખ્ય બાબતો જાણીએ:

પોતાને નબળા સમજવું એ સૌથી મોટું પાપ છે.

કોઈ તમને શીખવી શકશે નહીં, કોઈ તમને આધ્યાત્મિક બનાવી શકશે નહીં. તમારે તમારી અંદરથી બધું શીખવાનું છે. આત્માથી શ્રેષ્ઠ કોઈ શિક્ષક નથી.

આપણી પાસે પહેલેથી જ બ્રહ્માંડની બધી શક્તિઓ છે. એ આપણે જ છીએ જે આંખો પર હાથ રાખી લઈએ છીએ અને પછી રડીએ છીએ કે કેટલું અંધારું છે.

શક્તિ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. વિસ્તરણ જીવન છે, સંકુચીતતા મૃત્યુ છે. પ્રેમ જીવન છે, દ્રેષ એ મૃત્યુ છે.

જ્યારે તમારી સામે કોઈ મુશ્કેલી આવતી નથી – ત્યારે તમે ચોક્કસ ખોટા માર્ગે ચાલી રહ્યા છો.

એક સમયે એક કામ કરો, અને આ કામ કરતી વખતે તમારા આત્માને તેમાં નાખી ડોદો અને બીજું બધું ભૂલી જાઓ.

“જ્યાં સુધી જીવો, ત્યાં સુધી શીખો” – અનુભવ એ વિશ્વનો શ્રેષ્ઠ શિક્ષક છે.

જ્યાં સુધી તમે તમારી જાત પર વિશ્વાસ ન કરો ત્યાં સુધી તમે ભગવાનમાં વિશ્વાસ કરી શકતા નથી.

જે અગ્નિ આપણને ગરમી આપે છે, તે આપણને નષ્ટ પણ કરી શકે છે, તે અગ્નિનો દોષ નથી.

ચિંતન કરો, ચિંતા નહી. નવા વિચારોને જન્મ આપો.

તમે જે વિચારો છો તેવા બની જશો. જો તમે તમારી જાતને નબળા માનશો તો નબળા બનશો અને મજબુત માનો છો, તો તમે મજબૂત બનશો.

કંઇ પણ માંગશો નહીં. તમારે જે આપવાનું છે તે આપો, તે તમારી પાસે પાછું આવશે, પરંતુ તે વિશે અત્યારે વિચારો નહીં.

શું તમને એવું લાગતું નથી કે બીજા પર નિર્ભર રહેવું એ સમજદારી નથી. સમજદાર માણસે પોતાના પગ ઉપર અડગ રહેવું જોઈએ અને કામ કરવું જોઈએ. ધીમે ધીમે બધું સારું થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *