ચેકપોસ્ટ પર લકઝરી બસનું ચેકિંગ કરતા 43 પેસેન્જર પાસે મળી આવી એવી વસ્તુ કે પોલીસ પણ ચોંકી ગઈ

રાજ્યમાંથી અવારનવાર દારૂની હેરાફેરી કરનાર બુટલેગરોની પોલીસે ધરપકડ કરી હોય એવાં કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસે એક બસના ડ્રાઇવર તથા કલીનર સહિત બસમાં બેઠેલા બધાં જ મુસાફરોને વિદેશી દારૂના જથ્થાની સાથે પકડી પાડ્યા હતાં.

વલસાડ જિલ્લાની પારડી પોલીસ દમણ તથા ગુજરાતની હદ પર આવેલ પાતલીયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ વખતે દમણમાંથી ગુજરાતમાં આવી રહેલ એક ખાનગી લક્ઝરી બસને પારડી પોલીસની ટીમે રોકી હતી. બસની તપાસ કરતા બસચાલક તથા ક્લીનર પાસેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જેને કારણે પોલીસે બસમાં બેસેલ બધાં જ મુસાફરોના સામાનની પણ તપાસ કરી હતી. બસમાં બેસેલા બધાં જ મુસાફરોને થેલાઓમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાને લીધે પારડી પોલીસ દ્વારા વિદેશી દારૂ લઈને બસમાં બેઠેલા મુસાફરોની સાથે આખી બસને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી.

ત્યારપછી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ કરતાં બસમાં સવાર બધાં જ લોકો સુરત જિલ્લાના બારડોલી તથા ઓલપાડ સહિત આસપાસના તાલુકાના હતા. આ શરાબના શોખીન લોકો આખી બસ ભાડે કરીને ખાવા-પીવા તથા મોજ-મસ્તી કરવા માટે દમણની સહેલગાહે આવ્યા હતા.

જ્યાં તેઓએ દમણમાં ખાઈ-પી ને મોજ-મસ્તી કર્યા પછી સુરત પાછાં ફરી રહ્યા હતા. આ સમય દરમિયાન દમણ તથા ગુજરાતની પર પાતલીયા ચેકપોસ્ટ પર ચેકિંગ કરતાં પારડી પોલીસના ઝપટે ચડી ગયા હતા. જેથી પોલીસે આ ખાનગી લક્ઝરી બસચાલક તથા ક્લિનર સહિત બસમાં બેઠેલા બધાં જ મુસાફરો સહિત કુલ 43 લોકોને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બસચાલક તથા ક્લિનર સહીત મુસાફરો પાસેથી લગભગ 92,777 રૂપિયાની કિંમતની કુલ 363 જેટલી બોટલનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ બસમાં સવાર તમામ પાર્ટીના શોખીનો તથા બસચાલક સૌરભ યોગેશ ભાવસાર તથા બસના ક્લીનર પ્રિતેશ શાંતિલાલ પટેલ સહિત કુલ 43 આરોપીઓની અટકાયત કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આની સાથે જ આ બસનો પણ વિદેશી દારૂની હેરાફેરીમાં ઉપયોગ થઇ રહ્યો હોવાને કારણે પારડી પોલીસે વિદેશી દારૂ તેમજ બસ મળીને લગભગ 21 લાખથી પણ વધારેની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *