શું તમે પણ વાંચવામાં મન નથી લાગતું તો આ ફૂલની સુંગધથી મળશે અઢળક ફાયદાઓ

શું તમને ભણવામાં મન નથી લાગતુ, વાંચતા વાંચતા ઊંઘ આવી જાય છે, તો હવે તમને આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે. એક રિસર્ચ પ્રમાણે, વિદેશની એક…

શું તમને ભણવામાં મન નથી લાગતુ, વાંચતા વાંચતા ઊંઘ આવી જાય છે, તો હવે તમને આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે. એક રિસર્ચ પ્રમાણે, વિદેશની એક યુનિવર્સિટીમાં ખુલાસો થયો છે કે, ગુલાબના ફૂલની સુગંધમાં ગજબની તાકાત હોય છે. ભણવામા ધ્યાન કેન્દ્રિત ના થઇ શકવું અને ઊંઘ ના આવવાની સારવાર ગુલાબના ફૂલની સુંગધમાં છુપાયેલુ છે. ખૂબ જ કમાલની છે ગુલાબન ફૂલની સુંગધ. ગુલાબની સુંગધ સારી રીતે ભણવા અને ઊંઘની ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદરૂપ સાબિત થાય છે. એક નવા સંશોધનમા આ વાત સામે આવી છે.

ગુલાબનું ફૂલ સારા અભ્યાસ અને ઊંઘની ગુણવતામાં સુધારો કરવા માટે મદદગાર સાબિત થાય છે. એક નવા સંશોધનમાં આ વાત સામે આવી છે. આ માટે બે ક્લાસના અલગ અલગ વિદ્યાર્થીઓ પર તેનું સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું છે કે, ગુલાબની સુગંધથી ઊર્જામાં વધારો થાય છે અને સારામાં સારી ઊંઘ પણ આવે છે.

‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’ પર પ્રકાશિત અહેવાલ મુજબ, ગુલાબની સુગંધથી થતા ફાયદા વિશે માહિતી મેળવવા માટે ભૂતકાળમાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યો હતો.

ગુલાબની સુગંધના ફાયદા શોધવા માટે, વિદ્યાર્થીઓને અધ્યયનમાં બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના એક જૂથને ગુલાબની સુગંધ વચ્ચે રાખવામાં આવ્યુ હતી, જ્યારે બીજા જૂથને ગુલાબ સુગંધ ન હોય તેવા ઠેકાણે રાખવામાં આવ્યું હતું. . જર્મની સ્થિત યુનિવર્સિટી ઓફ ફ્રીબર્ગના સંશોધકનું કહેવું છે કે, ગુલાબની સુગંધની અસર રોજિંદા જીવનમાં ખૂબ જ વ્યાપક થાય છે અને તેના કેટલાય ફાયદા મળી શકે છે’

જર્મની સ્થિત યુનિવર્સિટી ઓફ ફ્રીબર્ગના સંશોધકનું કહેવું છે કે, પરીક્ષા જૂથના સહભાગીઓએ અંગ્રેજી શબ્દભંડોળ શીખતી વખતે ઘરે તેમના ડેસ્ક પર ગુલાબ અથવા સુગંધિત અગરબત્તી મૂકવાનું કહ્યું હતું. વિદ્યાર્થીઓનો બીજો જૂથ સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રાખશે.

જર્મની સ્થિત ફ્રીબર્ગ યુનિવર્સિટીના સંશોધન વિભાગના વડા જુર્ગન કોર્નમીઅરે જણાવ્યું હતું કે, “જ્યારે સુતા સમયે અને અભ્યાસ દરમિયાન નજીકમાં ગુલાબ અથવા ધૂપ અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવતો હતો, ત્યારે વિદ્યાર્થીઓએ 30 ટકા સફળતા વધુ પ્રાપ્ત કરી હતી.” સંશોધનકારોને જાણવા મળ્યું કે ગુલાબની સુગંધથી ઉંઘ સારી આવે છે અને યાદશક્તિમાં પણ વધારો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *