ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ એ કહેલા આ ઉપદેશો અપનાવશો તો જીવન સફળ થઇ જશે

શ્રીમદ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા ગ્રંથ સમસ્ત માનવ જીવનને સ્પર્શતો ગ્રંથ છે. ગીતા એટલે કોઈ દેવી દેવતાનું કે ધર્મનું વર્ણન કે મહાત્મ્ય નહી પરંતુ ગીતા એટલે જીવન જીવવાની પદ્ધતિ. કહેવામાં આવે છે કે ભાગવત ગીતામાં જીવનનો સાર જણાવવામાં આવ્યો છે. જો કોઇ વ્યક્તિ ગીતાનાં જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારી લે તો તે કોઇપણ પરિસ્થિતિનો સામનો ઘણી સરળતાથી કરી શકે છે. લોકો માને છે કે ગીતાનાં સંપૂર્ણ જ્ઞાનને પોતાનાં જીવનમાં ઉતારવું તે કળયુગમાં ઘણું જ અધરું છે. પરંતુ સામાન્ય માણસ ગીતાનાં કેટલાક ઉપદેશ પોતાનાં જીવમાં ઉતારીને પોતાનાં જીવનને ખુશ બનાવી શકે છે. આજે આપણે આવા જ કેટલાક ઉપદેશો જોઇએ જેનાથી તમને લાભ થશે.

यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः ।
आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ॥

ભાવાર્થ: જે માણસ આત્મામાં જ રમનારો છે અને આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ થાય છે તેમના માટે કોઇપણ કર્તવ્ય નથી.

नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन ।
न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः ॥

ભાવાર્થ: જે મહાપુરુષનો આ વિશ્વમાં ન તો કર્મ કરવામાં કોઇ પ્રયોજન રહે છે અને ન કર્મોનાં ન કરવાથી કોઇ પ્રયોજન રહે છે. તથા સંપૂર્ણ પ્રાણીઓમાં પણ આનો જરાપણ સ્વાર્થનો સંબંધ નથી હોતો.

तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर ।
असक्तो ह्याचरन्कर्म परमाप्नोति पुरुषः ॥

ભાવાર્થ: નિરંતર આસક્તિથી રહિત રહીને હંમેશા કર્તવ્યને કરતા રહેવુ. કારણ કે આસક્તિઓથી પર રહીને કર્મ કરતો મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત થઇ જાય છે.

कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः ।
लोकसंग्रहमेवापि सम्पश्यन्कर्तुमर्हसि ॥

ભાવાર્થ: જનકાદિ જ્ઞાનીજન પણ આસક્તિ રહિત કર્મદ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે. તથા લોકસંગ્રહને જોતા પણ તું કર્મ કરવા યોગ્ય છે. અર્થાત તારું કર્મ કરવું જ યોગ્ય છે.

यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ।
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥

ભાવાર્થ: શ્રેષ્ઠ પુરુષ જે પણ આચરણ કરે છે. અન્ય પુરુષ પણ તેવું જ આચરણ કરે છે. તે જે કંઇપણ પ્રમાણ કરે છે સમસ્ત મનુષ્ય તે પ્રમાણે જ વર્તવા લાગે છે.

न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन ।
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ॥

ભાવાર્થ: હે અર્જુન! મને આ ત્રણેવ લોકમાં કંઇપણ કર્તવ્ય નથી અને ન કોઇ પણ વસ્તુ અપ્રાપ્ય છે. તો પણ હું કર્મ જ કરતો રહીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *