જો ઉનાળામાં તમે સ્વિમિંગ પૂલમાં ન્હાવા જતા હોય તો આ બીમારીને આપી શકો છો નોતરું

Swimming Pool Water: ઉનાળામાં ઘણા લોકો સ્વિમિંગ કરવાનું પસંદ કરે છે. ફિટનેસ માટે આ એક સારી પ્રવૃતિ છે. પરંતુ સ્વિમિંગ પૂલનું પાણી તમને ઘણી બીમારીઓ આપી શકે છે. તેથી સાવધાની રાખવી જરૂરી છે. ત્વચાની સમસ્યા અને ઝાડા થઇ શકે છે. વાળમાં પણ જૂ થઇ શકે છે.ખરેખર, સ્વિમિંગ પૂલના પાણીમાં(Swimming Pool Water) ક્લોરિન ભળે છે, જે પાણીને સાફ કરવા માટે ઉમેરવામાં આવે છે. વધુ પડતી માત્રા ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

ફંગલ ઇન્ફેકશન થઇ શકે છે.
ઉનાળામાં સૌથી વધુ ફંગલ ઇન્ફેકશન થાય છે, પરંતુ સ્વિમિંગ કરવાથી આ ઇન્ફેકશન વધે છે. જ્યાં આપણા શરીરમાં ભેજ વધુ હોય છે, ત્યાં ઘર્ષણ થાય ત્યારે ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધુ રહે છે. જેમ કે, બગલ, જાંઘ, બ્રેસ્ટની નીચે અથવા તો પગની અંગુઠા અથવા આંગળીઓની વચ્ચે ફંગલ ઇન્ફેક્શન વધુ જોવા મળે છે. ઘણી વાર સંક્રમિત લોકો બીજાને પણ બીમાર કરી દે છે.

ક્લોરિન વિશે
ક્લોરિનએ સામાન્ય મીઠું અથવા સોડિયમ ક્લોરાઇડ (NaCl) માંથી મેળવવામાં આવે છે. ક્લોરીનની રોગકારક સૂક્ષ્મજીવો પર તેની જંતુનાશક અસરો માટે પૂલના પાણીમાં ઉમેરવામાં આવે છે. પૂલમાં ઉમેરવામાં આવેલ ક્લોરિન પાણીજન્ય રોગ પેદા કરતા જીવોને મારીને પાણીને સુરક્ષિત રાખે છે જે ગંભીર બીમારીઓ જેમ કે ઝાડા, કાનમાં ચેપ, સ્કિન એલર્જી, ફોલ્લીઓ અને ડેન્ડ્રફ અથવા ખોપરી ઉપરની ચામડીના ચેપ લાગવા જેવી સમસ્યા છે.

ક્લોરીનની શરીર પર થતી આડ અસર
શ્વસન સંબંધી લક્ષણો : ક્લોરીન વાળા પાણીથી શ્વસન સંબંધી લક્ષણો જેમ કે નાકમાં બળતરા અને ઉધરસ થઇ શકે છે. તે પૂલની આસપાસની હવામાં ગેસમાં ફેરવાઈ શકે છે, જે ગળા અને ફેફસામાં બળતરા કરી શકે છે.

સ્કિન પર થતી અસર : સ્કિન ડ્રાય થઇ જાય અને સ્કિનમાં બળતરા થાય છે. ક્લોરિન અને ક્લોરામાઇન્સના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી સ્કિન પરનું એક પ્રોટેકટિવ લેયર તૂટી શકે છે જે સ્કિનને હાઈડ્રેટેડ અને હેલ્થી રાખવા માટે નેચરલ ઓઇલ તેલ ઉત્પન્ન કરે છે. જ્યારે આ લેયર દૂર થઇ જાય છે, ત્યારે સ્કિન પર બળતરા, ખંજવાળ અને ફોલ્લીઓ થવા લાગે છે. લાંબા સમય સુધી ક્લોરિન એક્સપોઝર પણ ખરજવું જેવી સમસ્યા પણ થઇ શકે છે.

વાળને નુકશાન પહોંચાડે : ક્લોરિન જેવા હાનિકારક રસાયણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી વાળ સુકાઈ શકે છે અને વાળને નુકસાન થઈ શકે છે. ક્લોરિન તમારા વાળને ડ્રાય અને બરછટ કરી શકે છે. આ ઉપરાંત તમારા વાળનો કલર પણ બદલી શકે છે અને આ બધી સમસ્યા થવાથી વાળ ખરવા લાગે છે.

કલોરિન એક્સપોઝરથી બચવા શું કરવું ?
સ્વિમિંગ પહેલાં, અને સ્વિમિંગ દરમિયાન અને પછી સાવચેતીનાં પગલાં તમારા શરીર પર ક્લોરિનની અસરને ઘટાડી શકે છે.

શક્ય હોય તો આઉટડોરમાં સ્વિમિંગ કરવું. આઉટડોર પૂલ ક્લોરિનને હવાની અવરજવર કરવાની તક આપે છે અને ક્લોરિનની અસર ઘટાડે છે. ખારા પાણી, યુવી અથવા આયોનાઇઝેશનનો ઉપયોગ કરતા પૂલમાં ઓછા કેમિકલ હોય છે અને તે લક્ષણોને મર્યાદિત કરી શકે છે.

સ્વિમિંગ પહેલાં
પૂલમાં પ્રવેશતા પહેલા 1-મિનિટનો શાવર લો. નહાવાથી સ્કિન પર વધારાનો પરસેવો દૂર થશે. તે સામાન્ય રીતે પૂલમાં બનેલા ક્લોરામાઇન્સની સંખ્યામાં પણ ઘટાડો કરશે, દરેકને સુરક્ષિત કરશે.

પૂલમાં પ્રવેશતા પહેલા, સનસ્ક્રીન લગાવો અને 15 મિનિટ સુધી એબઝોર્બ થવા દો. પછી તમે શરીરના નેચરલ સ્કિન પીએચ લેયરને જાળવવા માટે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો અને સ્કિનને પ્રોટેકશન લેયર માટે વધારાનું કોટિંગ પ્રદાન કરી શકો છો, ક્લોરિન શોષણ પણ ઘટાડે છે.