લોકડાઉનમાં અનિંદ્રાની સમસ્યા હોય તો જરૂર અજમાવો આ ઉપાયો

કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે લોક ડાઉન અનિવાર્ય નિર્ણય હોવાથી કરોડો દેશવાસીઓ તેનું પાલન કરી રહયા છે.  લોકડાઉનના અમલની સાથે ઘરે રહો અને સલામત રહોનું સૂત્ર ચાલી રહ્યું  છે. આ તો અનિવાર્ય સંજોગો છે બાકી સળંગ દિવસો સુઘી ઘરમાં કે સોસાયટીમાં જ પુરાયેલા રહેવું એ ખરેખર ઘણું અઘરુંકામ છે. લોકડાઉન કોઇ ચોકકસ દિવસો પુરતું હોય છે પરંતુ તેની અવધી પુરી થવા આવે તે પહેલા જ તેને લંબાવી દેવાની સરકારને ફરજ પડે છે.

કોરોના વાયરસના સંક્રમણના કારણે  સતત ત્રણ વખત લોક ડાઉન લંબાવવામાં આવ્યું છે આથી 3 મે પછી વધુ બે અઠવાડિયા સુધી પાલન કરવું પડશે. એમાં પણ કોરોના વાયરસના સંક્રમણની દ્વષ્ટીએ જેમનો રેડ અને ઓરેન્જ ઝોનમાં સમાવેશ થાય છે તેમને સાવ આંશિક છુટ મળવાની છે. લોકડાઉનનો ગાળો લાંબો થઇ રહયો છે આથી તેની અસર દૈનિક પ્રવૃતિ અને શરીર અને મન પર થવી સ્વભાવિક રીતે થાય છે.

લોકડાઉન દરમિયાન ઘણા લોકોને મોડા સમય સુધી ઉંઘ નહી આવવાની સમસ્યાથી પીડાતા હોય છે. મોબાઇલનો વધુ વપરાશ તથા ટીવી મોડી રાત સુધી જોવાથી ઉંઘ પર વિપરિત અસર થાય છે. લોકડાઉન પછી બિઝનેસ કે નોકરી ફરી શરું કરવાની ચિંતા તથા આર્થિક નુકસાનના વિચાર કરવાથી પણ ઉંધ પર અસર થાય છે. ઘણાને વર્ક ફ્રોમ કર્યા પછી એટલું બધુ ટેન્શન રહેતું હોય છે કે ઉંઘ આવતી નથી, ઘરે બેઠા રહીને ઓફિસમાં કામ કરવું થોડા સમય સારું લાગતું હતું પરંતુ હવે તેની પણ મર્યાદાઓ પણ સમજાવા લાગી છે કારણ કે ઘર અને ઓફિસનું વાતાવરણ સાવ જ જુદા પ્રકારનું હોય છે.

ઊંઘના આવતી હોય તો આ સ્ટેપ્સને ફોલો કરો

લોકડાઉનમાં પણ સવારે ઉઠવાનું અને રાત્રે ઉંઘવાનું સમય પત્રક નકકી કરો

શકય હોયતો રાત્રે 9 થી 10 વાગે સુઇ જાવ અને સવારે સૂર્યોદય પહેલા ઉઠો

વ્યાયામ,યોગા અને હળવી કસરત દ્વારા મૂડ બનાવી રાખો

સવારે પ્રેરણા અને માર્ગદર્શન મળે તેવા પુસ્તકમાંથી થોડું વાંચો

મન પ્રફુલ્લીત થાય તેવું હળવું સંગીત સાંભળો, કશુંક નવું શિખવા પ્રયાસ કરો

સમયાંતરે સગા સંબધીઓ અને મિત્રોને ફોન કરીને ખબર અંતર પુછતા રહો

વર્ક ફ્રોમ હોમ માટે પુરતો સમય ફાળવો કોઇ કામ પેન્ડિંગ રાખશો નહી

બપોર જમ્યા પછી લાંબી ઉંઘ ખેંચવાથી રાત્રે ઉંઘ પર અસર થાય છે.

ફૂરસદના સમયમાં પરીવાર સાથે લાઇવ રહો, કેરમ,ચેસ વગેરે રમત રમો

ઇન્ટરનેટની વર્ચ્યુએલ દુનિયામાં ડોકિયું કરીને જલદીથી બહાર આવો

નોકરી કે ધંધાના ભવિષ્યના આયોજનો અંગે સકારાત્મક વિચારો

લોકડાઉનને ઇન્ટરવલ સમજીને ઉજજવળ ભવિષ્ય માટે સંકલ્પ કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *