કેટલાક લોકો એવા હોય છે જેઓ દાંતના દુખાવાથી પરેશાન હોય છે. દાંતમાં અચાનક દુખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે દાંત ને યોગ્ય રીતે સાફ ના કરવા અથવા નિયમિત સમયાંતરે ઊંઘતા પહેલા સ્વીટ ખાવી અને કોગળા ન કરવા.જોકે દાત ના દુખાવા માટે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે પણ જ્યારે દુખાવો ઓછો હોય ત્યારે આ ઘરેલુ ઉપાય ખૂબ જ અસરકારક છે.
મીઠું અને પાણીના કોગળા
દાંતના દુખાવાથી છુટકારો મેળવવાનો સૌથી અસરકારક અને સરળ ઉપાય છે. તમારે ફક્ત ઉકળતા પાણીમાં મીઠું મેળવાનું છે અને તેને ઓગળવા દેવાનું છે અને પછી આ પાણીથી કોગળા કરો. તે કુદરતી જીવાણુનાશક છે અને તમારા મોઢા થી પાર્ટીકલ્સ ને દુર કરે છે.
ઠંડી મસાજ
તમારા દાંત ના દુખાવા નો ઈલાજ કરવાનો બીજો સરળ રસ્તો એ છે કે સોજાવાળા ભાગને બરફથી કમ્પ્રેસ કરો. જ્યાં તમને દુખાવો થાય છે ત્યાં આઈસ પેક દબાવો.આઇસ પેક એ દાંત નો દુખાવો ઘટાડશે.
લવિંગ
દાંતના દુખાવા નો ઉપચાર કરવાની પ્રાચીન પદ્ધતિ લવિંગ છે તે ખૂબ જ ફાયદાકારક છે અને તેને અસરગ્રસ્ત ભાગમાં ઘસવામાં આવે છે. તમે લવિંગ તેલ કાઢી શકો છો અને અસરગ્રસ્ત ભાગ પર લગાવી શકો છો. તેનાથી તમને દુખાવાથી નિશ્ચિત પણે રાહત મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.