AAPના નેતાઓને અલ્પેશ કથીરિયા જામીન મુક્ત થતા લાગ્યા મરચા- જાણો કોના ઈશારે પાટીદાર નેતા વિરોધી આચર્યું જઘન્ય કૃત્ય

સુરત શહેરમાં આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાની ચુંટણીમાં શાનદાર રીતે 27 સીટો જીતીને વિપક્ષ તરીકે બેઠી છે. વિપક્ષમાં આવ્યા બાદ આમ આદમી પાર્ટી ખુબ જ સક્રિય થઇ રહી છે અને ગામડે ગામડે જઈને જેમ બને તેમ વધુને વધુ લોકોને પોતાના તરફ ખેંચી રહી છે. આમ આદમી પાર્ટી આગામી ચુંટણીમાં સતાપરીવર્તન લાવે તો નવાઈ નહિ. દિવસેને દિવસે અસંખ્ય લોકો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ગામડે ગામડે જઈને આમ આદમી પાર્ટી દ્વારા જન સવાંદ યોજી રહ્યા છે અને હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

ત્યારે હવે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા એવા અલ્પેશ કથીરિયા એક કેસના ગુનામાં જેલમાં હતા. ત્યારે હવે તેમને આજે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. જેને લીધે પાટીદારોમાં ખુશીનો માહોલ છે. ત્યારે તે અંગેના ન્યુઝ ખુબ જ સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થઇ રહ્યા છે. ત્યારે અલ્પેશ કથીરિયાને જામીન મળ્યાના ન્યુઝ આમ આદમી પાર્ટીના ગ્રુપમાં પણ શેર કરવામાં આવ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટીના અમુક નેતાઓને આ ન ગમતા જે વ્યક્તિને ગ્રુપમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યો હતો. એટલું જ નહિ પરંતુ ગ્રુપનું નામ પણ બદલી નાખવામાં આવ્યું હતું.

ત્યારે પાટીદારો એક સવાલ ઉઠાવી રહ્યા છે કે, જે વ્યક્તિને લીધે સમગ્ર સુરત શહેરમાં 27 સીટ આવી અને તે જ અલ્પેશ કથીરિયાના ન્યુઝને ગ્રુપમાં મોકલવામાં આવે અને તેમને ગ્રુપમાંથી બરતરફ કરવામાં આવે તે કેટલું યોગ્ય? ચુંટણી સમયે આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કરનાર પાટીદાર સમાજ કહી રહ્યો છે કે જો અમારા નેતા અલ્પેશ કથીરિયા  અંગેના ન્યુઝ આમ આદમી પાર્ટીના ગ્રુપમાં મોકલવામાં આવે તો તેમને ગ્રુપમાંથી જ બહાર કાઢી નાખવામાં આવે છે તો આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય કહી શકાય.

ત્રિશુલ ન્યુઝને મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ગ્રુપમાંથી લોકોને બહાર કાઢવાનું જે કૃત્ય કરવામાં આવ્યું છે તે ગોપાલ ઈટાલીયાના ડ્રાઈવરના ઇશારે કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

પાટીદારો કહી રહ્યા છે કે જો આવા લોકો જ આમ આદમી પાર્ટીને બદનામ કરે છે,કોઈ બે ત્રણ વ્યક્તિઓને કારણે બધા જ વ્યક્તિઓ પર આંગળીઓ ના ઉછળતા અમે અલ્પેશભાઈ ની સાથે હતા અને સાથે રહેશું અને તેની સાબિતી આપવાની અમારે દર વખતે જરૂર નથી.

અલ્પેશ કથીરિયા જેલમાંથી બહાર આવ્યા બાદ સુરતમાં રાજકીય માહોલમાં ગરમાવો આવી શકે છે. હાલમાં મોટાભાગના પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે. હાલમાં પુર જોશથી ચર્ચાઓ ચાલી રહી છે કે, અલ્પેશ કથીરિયા આપમાં જશે કે તેને બહારથી જ સમર્થન આપશે. પાટીદારોનું મોટું પ્રભુત્વ ધરાવતા વરાછાના પાટીદારોમાં પણ અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિને લઈને ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે.

અલ્પેશ કથીરિયાને જો આજે સાંજે 4 વાગ્યા સુધીમાં જામીન મળશે તો આવતીકાલે જેલની બહાર આવશે અને જો જામીન ઓર્ડર 4 વાગ્યા પહેલા નહીં મળે તો અલ્પેશ કથીરિયા 15 જુલાઈએ જેલ બહાર આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *