Gujarat Card: બિન-નિવાસી ગુજરાતીઓ વિશેષ અધિકારપૂર્વક ગુજરાત સરકાર અને તેના નિયંત્રણ હેઠળની સંસ્થાઓ સાથે માહિતી અને વિચારોનું આદાન-પ્રદાન (Gujarat Card) કરી શકે તથા સરકારે નિયત કરેલા ખાસ લાભો મેળવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત-કાર્ડ’ આપવાની યોજના શરૂ કરવામાં આવી છે.
ગુજરાત-કાર્ડના ઉદ્દેશો
– બિન નિવાસી ગુજરાતીઓને સરકારની કચેરી અથવા તેના નિયંત્રણ હેઠળની કચેરીઓમાં વારંવાર ધક્કા ન ખાવા પડે તેની ખાતરી કરવી
– બિન નિવાસી ગુજરાતીઓના પ્રશ્નોનું નિરાકરણ સમયસર નિયત મર્યાદામાં કરવું
– નાના મોટા પ્રશ્નોની રજૂઆતમાં તેમની ફરિયાદોનું નિરાકણ કરવું
– પ્રવાસન ક્ષેત્રે ખાસ છૂટછાટો આપીને બિન નિવાસી ગુજરાતીઓને ગુજરાતના પ્રવાસ માટે પ્રોત્સાહન પૂરું પાડવું
ગુજરાત-કાર્ડ મેળવવાના ફાયદા
– ‘ગુજરાત-કાર્ડ’ ધારકોને ગુજરાત સરકાર થતા તેમના નિયંત્રણ હેઠળની સંસ્થાઓમાં માહિતી મેળવવા અગ્રતા પ્રાપ્ત થાય છે.
– ગુજરાત કાર્ડ ધારક બિન નિવાસી ગુજરાતીઓ જ્યારે સરકારી કચેરી અથવા તેમના નિયંત્રણ હેઠળની સંસ્થાઓ પાસેથી માહિતી માંગે કે રજૂઆત કરે ત્યારે તેમને અગ્રિમતા આપવામાં આવે છે.
– ગુજરાત પ્રવાસન નિયમ હસ્તકના તોરણ (અતિથિ ગૃહ)માં ગુજરાત કાર્ડ ધારકને નિયત ચાર્જમાં 20 ટકા વળતર આપવામાં આવે છે.
– ગુજરાત ટૂરિઝમ દ્વારા સંચાલિત થતા કાર્યક્રમો જેવા કે રણોત્સવ, સાપુતારા મોન્સુન ફેસ્ટિવલમાં નિર્ધારિત પેકેજમાં ગુજરાત કાર્ડ ધારકને 20 ટકા ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થાય છે.
– ગુજરાત કાર્ડ ધારકો હોટલ, જેમ્સ એન્ડ જ્વેલર્સ, મુખ્ય હોસ્પિટલ, બેન્કિંગ અને ફાઇનાન્સ સંસ્થાઓ, રિયલ એસ્ટેટ સેક્ટર સહિત 763 સ્થળો 20% થી 30% ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
– નવરાત્રી મહોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ જેવા કાર્યક્રમોમાં ગુજરાત કાર્ડ ધારકને અગ્રતાના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે.
– બિન-નિવાસી ગુજરાતીઓએ રાજ્યમાં જે ઇલેક્ટ્રિક બિલ ભરવાના થાય તેની મુદતમાં ગુજરાત કાર્ડ ધારકોને એક માસની વધારાની છૂટ આપવામાં આવે છે.
– બિન-નિવાસી ગુજરાતીઓની જમીન, શૈક્ષણિક સંસ્થાઓમાં પડતી મુશ્કેલી વગેરેને રજૂઆત માટે સરકાર દ્વારા ગુજરાત કાર્ડ ધારકને અલગ અગ્રતા આપીને તેમના પ્રશ્નોનો અગ્રતાના ધોરણે નિકાલ કરવામાં આવે છે.
‘ગુજરાત-કાર્ડ’ મેળવવા માટે જરૂરી પાત્રતા
– ભારતની બહાર કે ગુજરાતની બહારના ભારતના અન્ય રાજ્યોમાં હોય તે બધાજ બિન નિવાસી ગુજરાતીઓ ગુજરાત કાર્ડ ધારણ કરી શકશે.
ગુજરાત કાર્ડ મેળવવા માટે અરજી કરવાની પ્રક્રિયા
– સૌ પ્રથમ બ્રાઉઝરના URLમાં https://nri.gujarat.gov.in/in ટાઇપ કરો.
– આ વેબસાઇટના હોમ પેજ પર જોવા મળતાં “Online Gujarat Card Application For NRGs” ઉપર ક્લિક કરો.
– અહીં ક્લિક કરવાથી એક અરજી ફોર્મ ખુલશે, તેમાં માંગવામાં આવેલી તમામ વિગતો દાખલ કરો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App