Smart Phone Blast: મોટાભાગે સ્માર્ટફોનમાં ઝડપી ચાર્જિંગ ક્ષમતાઓની સાથે લગભગ 4500mAh અને તેનાથી વધારે બેટરી હોવાના કારણે તમારા સ્માર્ટફોનને (Smart Phone Blast) સાવધાની પૂર્વક ઉપયોગ કરવો જરૂરી બન્યો છે. તમે ભલે કોઈ પણ બ્રાન્ડના સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવ પરંતુ એવી પણ ઘણી ઘટનાઓ સામે આવી છે જ્યાં નવા ફોન ફાટતા હોય છે. મોટાભાગના કેસમાં સ્માર્ટફોન બ્રાન્ડ્સે તેને યુઝર્સની ભૂલ હોવાનો દાવો કર્યો છે.
પોતાના સ્માર્ટફોનને તાપમાં હોય ત્યાં ચાર્જ ન કરો
સુનિશ્ચિત કરો કે ચાર્જ કરતી વખતે તમારો ફોન સીધો તાપ આવતો હોય તેવી જગ્યા પર ન હોય.
સ્માર્ટફોન પર દબાણ ન મુકો
પોતાના સ્માર્ટફોન પર વધારે દબાણ ન મુકો. ખાસ કરીને ચાર્જ કરતી વખતે તેના પર દબાણ ન પડવું જોઈએ.
ટ્રાવેલિંગ કરતી વખતે આ રીતે કરો ફોન ચાર્જ
કાર ચાર્જિંગ એડોપ્ટરનો ઉપયોગ કરવાની તુલનામાં ડ્રાઈવિંગ વખતે ફોનને ચાર્જ કરવા માટે પાવર બેન્કનો ઉપયોગ કરવો વધારે સુરક્ષિત છે. એવું એટલા માટે કારણ કે ભારતમાં કાર માલિક થર્ડ પાર્ટી વેન્ડરથી એક્સેસરીઝ ઈન્સ્ટોલ કરાવે છે અને એવામાં વાયરિંગની ઈન્ટિગ્રિટી સાથે છેડછાડ થઈ શકે છે. તેના કારણે પાવર અચાનક વધે છે અને તમારો ફોન ફાટી શકવાની સંભાવના વધે છે.
ફોનને ઓવર ચાર્જ કરવો
તમારો ફોન આખી રાત ચાર્જ કરવો અને ફોનને હંમેશા 100 ટકા ચાર્જ કરવો યોગ્ય નથી. 90 ટકા બાદ બેટરી ચાર્જ કરવી બંધ કરી દેવી જોઈએ. કારણ કે તેનાથી બેટરી વધારે સમય ચાલે છે.
ફોનમાં કોઈ ડેમેજ થયા બાદ તેનો ઉપયોગ ન કરવો
જો તમે ફોન પાડો છો અને તેને કોઈ નુકસાન થાય છે તો તેનો ઉપયોગ કરવાનું તરત જ બંધ કરી દો અને સર્વિસ સેન્ટર પર ડિવાઈઝની તપાસ કરાવો. આવું એટલા માટે છે કારણ કે એક તૂટેલા ડિસ્પ્લે અથવા બોડી ફ્રેમમાં પાણી અથવા પરસેવો એન્ટર કરી શકે છે અથવા બેટરી ઉપયોગ કરવા લાયક નથી રહેતી. ડેમેજ ફોનનો ઉપયોગ કરવો જોખમ ભર્યું હોઈ શકે છે.
નકલી અથવા ડુપ્લીકેટ ચાર્જરનો ઉપયોગ
ફાસ્ટ ચાર્જિંગ એડેપ્ટરનો ઉપયોગ કરતી વખતે ખૂબ સાવધાન રહેવું જોઈએ. હંમેશા તેનો જ ઉપયોગ કરો જે તમારા સ્માર્ટફોન સાથે આવ્યું છે. વધારે પાવર રેટિંગ વાળા ચાર્જરનો ઉપયોગ કરવાથી તમારા ફોનની બેટરી પર લોડ વધે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App