શ્રાવણના મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજા ની સાથે વિવાહ સંબંધી સમસ્યામાં રાહત મળે છે. આ સાથે દર સોમવારે શિવલિંગ પર જળ,દૂધ, ધતુરો, ભાંગ, બીલીપત્રને અર્પિત કરવાથી અનેક સંકટો દૂર થાય છે. ભગવાન શિવની આરાધના માટે શ્રાવણને સર્વોત્તમ માનવામાં આવે છે. જ્યોતિષના અનુસાર શ્રાવણના સોમવારે કેટલાક કામ કરી લેવાથી કે પછી ખાસ વસ્તુઓ ખરીદી લેવાથી ધન-ધાન્ય અને સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.
ગંગાજલ : ગંગાજળને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. સોમવારે શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક ગ્રંથ અનુસાર સોમવારે ગંગાજલ લાવીને રસોડામાં રાખવાથી ભાગ્યોદય થઈ શકે છે.
ચાંદીનું ત્રિશુલ : ત્રિશુલ ને હિન્દુ ધર્મમાં પવિત્ર અને મહત્વનું માનવામાં આવે છે. માન્યતા અનુસાર સોમવારે ચાંદીનું ત્રિશુલ ખરીદીને લાવવાથી અનેક પરેશાની દૂર થાય છે. ચાંદી સિવાય તાંબાનું ત્રિશુલ પણ લાવી શકાય છે. તેને ડ્રોઈંગ રૂમમાં રાખી લેવાથી નકારાત્મક ઉર્જા નાશ પામી છે અને સકારાત્મક ઉર્જા કાયમ રહે છે.
રુદ્રાક્ષ : રુદ્રાક્ષને હિન્દુ ધર્મમાં શુભ માનવામાં આવે છે. શ્રાવણના સોમવારે રુદ્રાક્ષ ની ખરીદી શુભ મનાય છે. તેને મુખ્ય રૂમમાં રાખવાથી વ્યક્તિની કિસ્મત બદલાઈ શકે છે. આમ કરવાથી ઘરના ધન-ધાન્યમાં વધારો થાય છે. પરિવારમાં સન્માન મળવાની સાથે સંકટ દૂર થાય છે.
નાગ નાગીન ની જોડી : નાગ ભગવાન શિવના ગળાનું આભૂષણ છે. જ્યોતિષના અનુસાર શ્રાવણ માસમાં તાંબાના નાગ નાગીન ની જોડી ઘરે લાવવાનું શુભ માનવામાં આવે છે. તેના ઘરના દરવાજા ના મુખ્ય દરવાજાની નીચે રાખવાથી અટકેલા કામ પૂરાં થવા લાગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.