ઇતિહાસમાં પહેલીવાર હાથી અને મગર વચ્ચે થઇ ‘ભયંકર ફાઈટ’ -વિડીયો જોઇને હચમચી જશો

જેનામાં જીવવા અને સ્થિતિ સામે લડવાની ક્ષમતા હોય તે જ જંગલમાં એ જ જીવી શકે છે. અહીં શિકારી ક્યારે શિકાર બની જાય છે તેની કંઈ…

જેનામાં જીવવા અને સ્થિતિ સામે લડવાની ક્ષમતા હોય તે જ જંગલમાં એ જ જીવી શકે છે. અહીં શિકારી ક્યારે શિકાર બની જાય છે તેની કંઈ ખબર રહેતી ન હતી. ક્યારેય હાથી અને મગરની લડાઈ વિશે સાંભળ્યું છે? તમે ઘણા વિડીયો જોયા હશે, પરંતુ હાલમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મગરનો સામનો હાથી સાથે થયો છે.

વીડિયોમાં તમે જોઇ શકો છો કે, હાથી ખૂબ ગુસ્સે થાય છે. ત્યારે તે પાણીની વચ્ચે ઉભો છો અને મગર તેના પગ પાસે છે. તે પહેલા મગરને પગથી મારે છે, પછી તેના માથાથી મગરને જોરદાર અટેક કરે છે. ખતરનાક મગર હાથીના ગુસ્સા સામે હાર માનતો જોવા મળ્યો છે.

આ વીડિયોને @hgsdhaliwalipsએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં હાથી મગરને ઉછાળતો જોવા મળે છે. અંતે તે તેની પૂંછડીને તેના મોંથી પકડીને બીજી બાજુ ફેંકી દે છે. ત્યારબાદ તે મગરને બાજુમાં ફેકી પાણી પીવાનું શરૂ કરે છે. જો કે તે વીડિયો ક્યાંનો છે તે હજુ જાણી શકાયું નથી, પરંતુ તે હકીકત છે કે હાથી જંગલનો વાસ્તવિક રાજા છે.

તાજેતરમાં એક વીડિયો @irsankurrapriaએ શેર કર્યો હતો. તેમાં એક હાથી પાણી પી રહ્યો છે અને મગર તેના પર હુમલો કરે છે. ત્યારે હાથીની સૂંઢને પકડે છે. હાથી ખૂબ જોરથી ગર્જવા લાગે છે અને પાછળથી બીજો હાથી તેની મદદે આવે છે અને મગરને ત્યાંથી ભગાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *