IIMના પ્રોફેસરોથી લઈને જ્ઞાનવત્સલ સ્વામી, મોટી-મોટી કંપનીના CEO આપશે માર્ગદર્શન- જાણો શું છે જોડાવવાની પ્રોસેસ

વિશ્વ વંદનીય સંત વિભૂતિ એવા પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ઘણા મહાનુભાવ કહે છે કે, વિશ્વની નામાંકિત…

વિશ્વ વંદનીય સંત વિભૂતિ એવા પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ઘણા મહાનુભાવ કહે છે કે, વિશ્વની નામાંકિત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટે(Institute of Management) પ્રમુખ સ્વામીજીએ કરેલા કાર્યો પર કેસ સ્ટડી તૈયાર કરવો જોઈએ. પ્રમુખ સ્વામીજીના જીવનમાંથી લીડરશિપના વૈશ્વિક ગુણો શીખી શકાય તે હેતુથી ત્રણ મહિનાનો મહત્વનો શોર્ટ ટર્મ કોર્સ IPDC દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં BAPS સંસ્થાના PHD થયેલા સંતોની સાથે સાથે IIMના પ્રોફેસર અને ઈન્ડસ્ટ્રીઝના સફળ વ્યક્તિઓ દ્વારા પોતાના અનુભવ શેર કરવામાં આવશે.

આવતીકાલથી શરુ થશે IPDC કોર્ષ:
IPDC દ્વારા પ્રસ્તુત “9 Legendary Lessons of Leadership from the Life of Pramukh Swami Maharaj” નામનો 3 મહિનાનો કોર્સ આવતીકાલથી એટલે કે 21મી તારીખથી શરૂ કરવામાં આવશે. જેમાં સરેરાશ 45 મિનિટના 10 લેક્ચર્સ નિષ્ણાત વક્તાઓ દ્વારા લેવામાં આવશે. જેમાં કેવી રીતે લોકોના હ્રદય સુધી પહોંચવું, 24 કલાકનાં દિવસમાં વધુ અસરકારક 1 કલાક કેવી રીતે ઉમેરવો, કઠિન પરિસ્થિતિમાં પોતાની જાતને કેવી રીતે મેનેજ કરવી જોઈએ જેવા જુદા જુદા મુદ્દા ઉપર માર્ગદર્શન આપવામાં આવશે.

IPDC કોર્ષમાં શીખવા મળશે લીડરશીપના ગુણો:
IPDC કોર્સમાં લીડરશીપ માત્ર નોકરીમાં જ નહીં પરંતુ પરિવાર અને જીવનમાં પણ કેવી રીતે કરવી તે પણ શિખવાડવામાં આવશે. IPDC કોર્સમાં કિશોરથી લઈને યુવાનો, બીઝનેસમેન, કર્મચારી, મોટી ઊંમરના નિવૃત લોકો પણ જોડાઈ શકે છે.

IPDC કોર્ષમાં દિગ્ગજ પ્રોફેસર્સ દ્વારા અપાશે માર્ગદર્શન:
આ કોર્સમાં IIMના પ્રોફેસર્સ પણ ભણાવશે. આ કોર્સના એક્સપર્ટ સેશનમાં IIM અમદાવાદના પ્રોફેસર નિહારિકા વોહરા, રાજેશ પંડિત અને ગોકુલ કામથ ભણાવશે. આ સાથે ગેસ્ટ ઈન્ટરવ્યૂમાં મેટ્રોમેન ઓફ ઈન્ડિયા ડો. ઈ શ્રીધરન, લિંક્ડ ઈનના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ મોહક શ્રૌફ અને અમૂલના એમ.ડી- આર.એસ.સોઢી પણ પોતાના અનુભવ શેર કરશે. આ સાથે સંસ્થાના વિદ્વાન સંતો અને મોટિવેશનલ સ્પીકર પૂ. જ્ઞાનવત્સલ સ્વામી પણ માર્ગદર્શન આપશે.

ટૂંકમાં જણાવી દઈએ IPDC કોર્ષ વિશેની સંપૂર્ણ માહિતી:
આ IPDC કોર્ષ 3 મહિનાનો રહેશે. IPDC કોર્ષમાં 10 લેક્ચર, 3 એક્સપર્ટ સેશન, 10 કરતાં વધારે ગેસ્ટ ઈન્ટરવ્યૂનો સમાવેશ કરવામાં આવેલ છે. જ્યારે આ કોર્ષની ફી 800 રૂપિયા રાખવામાં આવી છે.

કેવી રીતે જોઈન કરી શકશો આ IPDC કોર્ષ:
IPDC કોર્સના રજિસ્ટ્રેશન માટે સૌ પ્રથમ www.ipdc.org પર જાઓ. તેમાં register now બટન પર click કરી જે ફોર્મ ખૂલે તે ભરો અને ત્યારબાદ 800 રૂપિયા ફી ભરી તમે આ લાઇફ ચેન્જિંગ કોર્સમાં તમે જોડાઈ શકો છો. લીડરશીપનો IPDC ઓનલાઇન કોર્સ 21 એપ્રિલથી એટલે કે ગઈકાલથી શરૂ થશે. વધુ માહિતી માટે www.ipdc.org નો સંપર્ક કરવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *