ભ્રષ્ટાચાર…ભ્રષ્ટાચાર..! 16 લાખથી વધુની કિંમતનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત, જાણો વિગતવાર

Jamnagar Illegal Food Grains: જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા વિભાગે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રીજ પાસે મોટી (Jamnagar Illegal Food Grains) કાર્યવાહી કરી છે. ડમ્પયાર્ડ પાછળના મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડા દરમિયાન ગેરકાયદે રીતે સંગ્રહ કરેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો છે.

તપાસ દરમિયાન 26,250 કિલોગ્રામ ચોખા મળી આવ્યા છે. આ ચોખાની બજાર કિંમત 10.23 લાખ રૂપિયા છે. સાથે જ 13,990 કિલોગ્રામ ઘઉં જપ્ત કરાયા છે. આ ઘઉંની કિંમત 3.77 લાખ રૂપિયા છે. આ ઉપરાંત 390 કિલોગ્રામ બાજરી અને 300 કિલોગ્રામ ચણા પણ મળી આવ્યા છે.

બાજરીની કિંમત 10,530 રૂપિયા અને ચણાની કિંમત 16,500 રૂપિયા છે. પુરવઠા વિભાગે સ્થળ પરથી 4 રિક્ષા, 1 મોટરસાઈકલ અને 5 વજનકાંટા પણ જપ્ત કર્યા છે. કુલ મળીને 16.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

જો કે આ અગાઉ આવી અનેક ઘટનાઓ આવી ચુકી છે. તેમ છતાં આવી જાડી ચામડીના લોકોએ અનેકવાર ગરીબોના હકનું અનાજ સગેવગે કરી નાખ્યું છે. ત્યારે આવા લોકો સામે સરકાર કોઈ જરૂરી પગલાં લે તે હવે જરૂરી બન્યું છે.