Valsad Drugs News: ગુજરાતમાં દર 2 દિવસે ડ્રગ્સ મળવાની કોઈને કોઈ ઘટના પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે આજે ફરી એકવાર વલસાડના તિથલ બીચ પાસે પ્રોટેકશન વોલના પથ્થરોમાંથી વધુ એક પેકેટ બિનવારસી અફઘાન ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું. જે બાદ આ ઘટનાની(Valsad Drugs News) જાણ વલસાડ સીટી પોલીસની ટીમને થતા સીટી પોલીસની ટીમે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી અફઘાન ડ્રગ્સનું પેકેટ કબ્જે કરી આગળની તાપસ હાથ ધરી છે.
12 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
12 ઓગષ્ટના રોજ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા દરિયા કિનારે પાસે આવેલી પ્રોટેક્શન વોલ પાસે બિનવારસી 10 ચરસના પેકેટ મળી આવ્યા બાદ વલસાડ જિલ્લા પોલીસની ટીમે વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવતા 6 પોલીસ મથક વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું હતું. 13 ઓગષ્ટના રોજ સાંજે વલસાડ તાલુકાના દાંતી ભાગલ દરિયા કિનારેથી વધુ 21 પેકેટ ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
મરીન ટાસ્ક પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન ભાગલ દરિયા કિનારેથી 12 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગુજરાત ATSના માર્ગદર્શન હેઠળ વલસાડ SOGની ટીમના નેતૃત્વમાં પારડી અને ડુંગરી પોલીસની ટીમ આગળની તપાસ હાથ ધરી રહી છે. 17 દિવસમાં વલસાડ જિલ્લાના 70 કિમીના દરિયા કિનારાથી કુલ 32 પેકેટ બિનવારસી મળી આવ્યા છે.
ગઈકાલે રાત્રે ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા અને વલસાડ તાલુકાના ભાગલ દરિયા કિનારેથી ડ્રગ્સનો જથ્થો મળ્યા બાદ વલસાડ 31 ઓગષ્ટની રાત્રીએ વલસાડના તિથલ બીચ અને સાંઈબાબા મંદિર વચ્ચે પ્રોટેક્ષન બોલના પથ્થરોમાં દરિયામાં તણાઈને આવેલી હાલતમાં બિનવારસી અફઘાન ચરસ ડ્રગ્સનું એક પેકેટ મળી આવ્યું હતું.
FSLની ટીમએ તપાસ હાથ ધરી
વલસાડ જિલ્લા પોલીસે દરિયા કિનારે વસતા માછીમારો અને સ્થાનિક લોકોને બિનવારસી પેકેટ મળી આવે તો તાત્કાલિક નજીકના પોલીસ મથકે જાણ કરવા અપીલ કરી છે. સાથે ગુજરાત ATSના માર્ગદર્શન હેઠળ વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાના નેતૃત્વમાં SOG અને પારડી તેમજ ડુંગરી પોલીસની ટીમે કેસની તપાસ કરી રહી છે. વલસાડ સીટી પોલીસની ટીમે તિથલ બીચ પાસેથી મળેલા ડ્રગ્સના પેકેટનો કબ્જો મેળવી FSLની ટીમની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App