IMD Latest Weather Update: દેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવશે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સાથે કરા પડશે, જેના કારણે ઠંડી વધુ તીવ્ર બનશે. પશ્ચિમી પવનો પણ ફૂંકાશે. IMD એ કોલ્ડ વેવ અને ગાઢ ધુમ્મસને લઈને એલર્ટ જાહેર (IMD Latest Weather Update) કર્યું છે. ભારે વરસાદ સાથે કરા પડશે. પશ્ચિમથી ઠંડા ઠંડા પવનો ફૂંકાશે. જેથી અનેક રાજ્યોમાં કોલ્ડ વેવ- ધુમ્મસનું IMDનું લેટેસ્ટ એલર્ટ છે. ગુજરાતની વાત કરીએ તો, પવનની દિશા ફરતાં ગુજરાતમાં ફરીથી ઠંડીનું જોર વધ્યું છે. 6.4 ડિગ્રી સાથે કય્છનું નલિયા સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે. રાજકોટમાં 8.2 અને પોરબંદર અને અમરેલીમાં 10.6 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે.
દેશમાં વરસાદનું એલર્ટ
પશ્ચિમી વિક્ષેપ એક ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં ઉત્તર પાકિસ્તાન પર સ્થિત છે, જ્યારે ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર ચક્રવાતી પરિભ્રમણ સ્થિત છે. અરબી સમુદ્રમાંથી ભેજ સક્રિય થઈ રહ્યો છે. તેની અસરને કારણે, 7-8 જાન્યુઆરીએ પૂર્વોત્તર રાજ્યોમાં વાવાઝોડા સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે 7 જાન્યુઆરીએ અરુણાચલ પ્રદેશ અને આસામમાં કરા પડશે, જ્યારે સિક્કિમમાં ગાજવીજ અને કરા સાથે વાદળો રહેશે. નવી પશ્ચિમી વિક્ષેપ 10-12 જાન્યુઆરી સુધી ઉત્તરપશ્ચિમ ભારતને અસર કરશે, જેના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમી પવનો પણ ફૂંકાશે.
ગુજરાત માટે શું છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. 7 તારીખ સુધી ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે. આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.
ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીમાં આંશિક વધારો થઇ શકે છે. આગામી કેટલાક દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. વડોદરા, નર્મદા, ડાંગ, છોટાઉદેપુર, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
#WATCH | Delhi | Cold wave grips the national capital as the temperature continues to dip in the city
(Visuals from Mahipalpur flyover) pic.twitter.com/hydCFgLQX1
— ANI (@ANI) January 7, 2025
આ ઉપરાંત તાપી, નર્મદા, બોટાદ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App