ખેડૂતો માથે ઘેરાયા ચિંતાના વાદળો- આગામી આ તારીખ સુધી રાજ્યમાં ઠંડી સાથે પડશે ભારે વરસાદ

ગુજરાત(Gujarat): જ્યાં સુધી ઉત્તર ભારત (North India)માં શિયાળો (Winter) શરૂ થઇ ગયો છે તો બીજી તરફ દક્ષિણ ભારત (South India) માં વરસાદ (Rain) નો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. હવામાન વિભાગે (IMD) આગાહી કરતા જણાવ્યું છે કે, 1 ડિસેમ્બર સુધી ભારતના 8 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ (Heavy Rainfall) થઇ શકે તેવી શક્યતાઓ છે.

આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ:
ભારત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમિલનાડુ, પોડેંચેરી, કેરલ, આંધ્ર પ્રદેશ અને લક્ષદ્રીપમાં 1 ડિસેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જોકે કોમોરિન ક્ષેત્ર અને શ્રીલંકાના સમુદ્રી તટની પાસે એક ચક્રવાત છે અને અત્યારે ઉત્તર-પૂર્વી દિશામાં હવા પણ ચાલી રહી છે. તેના લીધે વરસાદ આ પાંચ રાજ્યોમાં ભારે અસર બતાવી શકે છે. આ ઉપરાંત 29 નવેમ્બરના રોજ અરબ સાગરમા પણ ચક્રવાત ઉત્પન્ન થઇ શકે છે, જેને કારણે ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગે કર્યા એલર્ટ:
આ દરમિયાન હવામાન વિભાગએ ચેતવણી આપતા કહ્યું છે કે, માછીમારો માછલી પકડવા માટે સમુદ્રમાં ન જાય. નહીતર તેમની જીંદગી મુશ્કેલમાં પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ કોઈ પણ માછીમારો દરિયો ન ખેડે તેવી સુચના આપી દેવામાં આવી છે.

ત્યારે હવે જો ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને ખુબ જ મુશ્કેલી પડી શકે છે અને પાકને ખુબ જ નુકશાન થઇ શકે છે. ત્યારે ફરી એક વખત જગતના તાત માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. ત્યારે હવે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ ખાબકી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *