સાંભળી લ્યો! વેક્સિન ન લીધી હોય તો અત્યારે જ લઇ આવો જાવ- નહિતર હવે આવશે પોલીસનો ફોન

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)નું સંક્રમણ દિવસેને દિવસે સતત વધી રહ્યું છે તો ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઇ રહ્યો. સાથે જ રાજ્યના મોટા શહેરોમાં પણ કોરોના કેસની સંખ્યમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં લઈને અમદાવાદ મહાનગરપાલિકા(AMC) હરકતમાં આવી છે. કોરોના સામે લડવા માટે એક માત્ર વેક્સિનેશન(Vaccination) જ ઉપાય છે. ત્યારે વેક્સિન પ્રક્રિયાને અત્યંત ઝડપી બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ કમાન સંભાળી છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપર્લ કોર્પોરેશન દ્વારા જે લોકોએ વેક્સિન ન લીધી હોય તેવા નામોની યાદી પોલીસને સોંપવામાં આવશે.

અમદાવાદીઓ વેક્સિન નહીં લીધી હોય તો હવે આવશે પોલીસનો ફોન:
કોરોનાના આંતકને કારણે અમદાવાદ મનપા દ્વારા રસીકરણ અભિયાન ઝડપી બનાવવા પોલીસની મદદ લેવામાં આવશે. જે અંતર્ગત જે લોકોએ રસી નહીં લીધી હોય તેમને રસી લેવા માટે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવી શકે છે. સાથે વેક્સિન ડોઝ નહીં લેનારનું એક લિસ્ટ મહાનગરપાલિકા દ્વારા પોલીસને સોંપી દેવામાં આવ્યું છે અને હવે જે લોકોને વેક્સિનનો બીજો ડોઝ બાકી હશે તેને પોલીસ ફોન કરીને જણાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે જ અમદાવાદ શહેરમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ 1314 નોંધાતા અમદાવાદીઓની ચિંતામાં વધારો થયો છે.

કોરોનાના કેસમાં સુરત પણ નથી રહ્યું પાછળ:
ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા છે ત્યારે સુરતમાં છેલ્લા સાડા 7 મહિના પછી 400થી વધુ કેસ સામે આવતા હહાકાર મચી જવા પામ્યો છે. સુરત શહેરમાં 415, ગ્રામ્યમાં કોરોનાના 9 કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતની 18 સ્કૂલના 32 વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થયા છે, જ્યારે 6 ડૉક્ટર, 34 વેપારી પણ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો રાફડો ફાટ્યો છે. 7 મહિના બાદ પહેલીવાર 2200થી વધારે કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાતા ગુજરાતીઓ ચિંતામાં મુકાઇ ગયા છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બે ગણો વધારો થઈને કુલ 1290 કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ પણ કોરોના સંક્રમિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *