વીજ કંપનીના ખાલી પડેલા મકાનમાં કર્મચારી યુવતી સાથે રંગરેલીયા મનાવતો ઝડપાયો- વિડીયો વાયરલ થતા…

છેલ્લા ઘણા સમયથી અફેરની ઘટનાઓએ વેગ પકડ્યો છે. ત્યારે વધુ એક ઘટના ભીલોડા (Bhiloda)માંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ભિલોડાના ઇડર રોડ(Eder Road) ઉપર…

છેલ્લા ઘણા સમયથી અફેરની ઘટનાઓએ વેગ પકડ્યો છે. ત્યારે વધુ એક ઘટના ભીલોડા (Bhiloda)માંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ભિલોડાના ઇડર રોડ(Eder Road) ઉપર આવેલા વીજ કંપનીના નોનયુઝ મકાનમાં એક યુવક પરસ્ત્રી સાથે રંગરેલીયા મનાવતો હતો. જીઇબીના કર્મચારી (GEB employee)નો આ વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

સ્થાનિક લોકોનો દાવો છે કે, આ કર્મચારી છેલ્લા કેટલાય સમયથી પર સ્ત્રીઓને અહીં લાવી રંગરેલીયા મનાવે છે. જેનાથી સ્થાનિક રહીશો તોબા પોકારી ઉઠ્યા હતા અને તેમણે જાગૃત લોકોને જાણ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આ વિડીઓ વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ વિડીયો જિલ્લાના વીજ કર્મીઓમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. આ કર્મચારી વીજ કંપનીના મકાનમાં છેલ્લા કેટલાય સમયથી સ્ત્રીઓને લાવીને રંગરેલીયા મનાવતો હોવાની આજુબાજુના રહીશોમાં બૂમ ઉઠી હતી. વીજ કંપનીના ક્વાર્ટરમાં રહેતા જાગૃત લોકો આ કર્મી ઉપર બાજ નજર રાખી રહ્યા હતા.

આજુબાજુમાં રહેલા લોકો કંટાળ્યા હોવાને કારણે તેઓ બાજ નજર રાખી રહ્યા હતા. આ દરમિયાન કર્મચારી શુક્રવારે પરસ્ત્રીને લઈને ખંડેર મકાનમાં રંગરેલિયા મનાવતો હોવાની લોકોને જાણ થઈ હતી. જેથી તેઓએ વિડીઓ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જોકે વીજ કંપનીના નોનયુઝ મકાનમાં સુવિધા માટે પંખા અને પાણી તેમજ ખુરશી જેવી વ્યવસ્થા પણ નોનયુઝ મકાનમાં હોવાનું વીડિયોમાં વાયરલ થતાં લોકો પણ અચંબામાં પડી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *