Gujarat Government Scheme: ગુજરાતમાં ખેડૂતો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. જેમાં કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે. વિભાગની 5 યોજનાની સહાય હવેથી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં જમા થશે. સહકારથી (Gujarat Government Scheme) સમૃદ્ધિ પહેલ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જ જમા થતી હતી. પરંતુ હવે જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં જમા થશે
કૃષિ અને સહકાર વિભાગની એ 5 યોજનાઓ વિશે વાત કરીએ તો વરહ કિસાન કલ્પવૃક્ષ યોજના, પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના, ખેડૂત સહાય કેન્દ્ર યોજના, કૃષિ મોલ બાંધકામ સહાય યોજના અને પરિવહન ખર્ચ સહાય અંગેની યોજનાનો સમાવેશ થાય છે.
ગ્રામીણ સહકારી મંડળીઓનું ડિજિટલ પરિવર્તન
સહકાર મંત્રાલયે તમામ પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓને એક યુનિફાઇડ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ પ્લેટફૉર્મ પર એકીકૃત કરવા માટે PACS કમ્પ્યુટરાઇઝેશન યોજના અમલમાં મૂકી છે. આ પહેલ પેક્સને રાજ્ય સહકારી બૅન્કો અને જિલ્લા કેન્દ્રીય સહકારી બૅન્કોના માધ્યમથી રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્ક સાથે જોડે છે.
5,754 પેક્સનું કમ્પ્યુટરાઇઝેશન ટૂંક સમયમાં થશે પૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. ગુજરાતનાtrishulnews મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ 2023-24થી રાજ્યમાં PACS કમ્પ્યુટરાઇઝેશન યોજના અમલમાં મૂકવામાં આવી છે.
હાલમાં આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજ્યની 5,754 પેક્સમાં કમ્પ્યુટરાઇઝેશનની પ્રક્રિયા ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા છે. આગામી સમયમાં રાજ્યની તમામ પેક્સને સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ કરવામાં આવશે.
પેક્સ કમ્પ્યુટરાઇઝેશન યોજનાથી અનેક ફાયદા
પેક્સ કમ્પ્યુટરાઇઝેશનના ફાયદા એ છે કે, તે પેક્સની કામગીરીની ઝડપ, પારદર્શિતા અને જવાબદારી વધારશે તેમજ પેક્સ સ્તરે સભ્યોને આપવામાં આવતી ક્રેડિટ અને નોન-ક્રેડિટ સેવાઓમાં સુધારો કરશે. આ ઉપરાંત, e-PACS દ્વારા નાણાંકીય અનિયમિતતાઓને સમયસર અટકાવી શકાશે, પેક્સ સ્ટાફની કાર્યક્ષમતામાં વધારો થશે, સભ્યો માટે નાણાંકીય સમાવેશ અને વ્યવસાયની તકોનો વ્યાપ વધશે તથા આંગળીના એક જ ટેરવે તમામ માહિતી ઉપલબ્ધ થઈ શકશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App