હવામાન વિભાગે રાજ્યમાં હવામાનને લઈને મહત્વની માહિતી આપી છે. હાલ ઠંડી વચ્ચે ક્યાંક ક્યાંક માવઠા પણ દેખાઈ રહ્યા છે. સાથોસાથ આગામી 23 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર વધી શકે છે. ગુજરાત રાજ્યમાં આગામી 23 થી 28મી જાન્યુઆરી દરમ્યાન 6 દિવસ ઠંડીનું જોર વધવાની શક્યતા છે.
અમદાવાદ શહેરનું તાપમાન 7 ડિગ્રી થવા સાથે આકરી ઠંડી પડવાની શક્યતા. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગના નિષ્ણાંતે જણાવ્યું છે કે, ઉત્તર પુર્વીય રાજ્યોમાં તેમજ વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસર સર્જાતા આગામી તારીખ 23 થી 28મી જાન્યુઆરી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
જેને પગલે સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે અમદાવાદમાં 10 વર્ષ બાદ લધુત્તમ તાપમાનનો પારો 7 ડિગ્રીથી નીચે જાય તેવા એંધાણ છે. અમદાવાદ સાથે સાથે ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.
તારીખ 23મી જાન્યુઆરી થી 28મી જાન્યુઆરી સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડશે, જેમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કાતિલ પવનો ફૂંકાઈને ઠંડીનો અનુભવ થશે. સમગ્ર રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં પણ 7 ડિગ્રી તાપમાનની શક્યતા બતાવવામાં આવી છે. આમ આગામી દિવસોમાં ગુજરાતમાં રેકર્ડ બ્રેક ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.