ST યુનિયન સામે ઝુકી સરકાર- બેઠકમાં પ્રશ્નોનું નિરાકરણ, દિવાળી પહેલા એરિયર્સનો પ્રથમ હપ્તો ચૂકવાશે

Good news for ST Corporation employees: ગુજરાતના ST નિગમના કર્મચારીઓ માટે આજે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય(Good news for ST Corporation employees) આજે લેવામાં આવ્યો છે. તે મુજબ ST નિગમના કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપ્તેથી ચૂકવામાં આવશે.જેમાં દિવાળી પહેલા એરિયર્સનો પ્રથમ હપ્તો ચૂકવી દેવામાં આવશે.

ત્રણ હપ્તેથી ચૂકવાશે એરિયર્સ
ST યુનિયન સાથેની બેઠકમાં કર્મચારીઓના ઘણા પ્રશ્નોનું નિરાકરણ આવી રહ્યું છે. ST કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપ્તેથી ચૂકવામાં આવશે. જેમાં દિવાળી પહેલા એરિયર્સનો પ્રથમ હપ્તો ચૂકવી દેવામાં આવશે. હવે ST યુનિયન જાન્યુઆરી 2023થી અમલી 4% મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા મંજૂરી માગવામાં આવશે.

HRA નવેમ્બરથી ચૂકવાશે
આ મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા સરકાર પાસે મંજૂરી માંગવામાં આવશે. તે ઉપરાંત ફિક્સ પગાર નીતિ, સિનિયર-જુનિયર પગારધોરણ સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવશે. ST કર્મચારીઓને સુધારેલા HRA નવેમ્બરથી ચૂકવામાં આવશે.

એસ.ટી યુનિયન દ્વારા કરાઈ રહી હતી માંગ
મળતી માહિતી અનુસાર, ST કર્મચારી માન્ય સંગઠનોની સંકલન સમિતિ દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી સરકાર સામે 11 ટકા મોંઘવારી ભથ્થાની રકમ ચૂકવી આપવા માટે માંગણી કરવામાં આવી રહી હતી. તેના અનુસંધાને ST નિગમના કર્મચારીઓને ત્રણ ટકા મોંઘવારી ભથ્થા સહિત કુલ 7 ટકા ચાલુ પગારમાં ચૂકવવા માટે સરકારે મંજૂરી આપવામાં આવી છે. જોકે, એરિયર્સ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *