PSI physical exam date: રાજ્યમાં પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. પોલીસ ભરતીમાં શારીરિક પરીક્ષા લગભગ 25 નવેમ્બરની આસપાસ યોજાઈ શકે છે. જેથી જે પણ ઉમેદવારોએ PSI અને કોન્સ્ટેબલની ભરતી માટે ફોર્મ ભર્યા હોય તેવા ઉમેદવારોએ તૈયારી શરૂ કરી દેવાની રહેશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટવીટ કરીને આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે “પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. આ માહિતી ને ધ્યાનમાં લઇ cce ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.”
આ સાથે જ તેમણે અન્ય એક ટવીટમાં કરી જણાવ્યું હતું કે CCE ની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ પોલીસ ભરતીની શારીરિક કસોટીની તૈયારી ચાલુ રાખી શકે. વાંચનની વચ્ચે શારીરિક શ્રમ તેમને અભ્યાસમાં મદદ કરશે. શારીરિક શ્રમ મનને ઉર્જાવાન અને હકારાત્મક રાખે છે અને નિરાશા તથા ઉદાસી ની શક્યતા ઘટાડે છે.
તમને જણાવી દઈએ કે ટવીટર પર ઘણા ઉમેદવારો ભરતી અંગે તેમજ ભરતીના રીઝલ્ટ અંગે પ્રશ્ન કરતા હોય છે, જેને લઈને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ ઉમ્દેવારોને પ્રશ્નના જવાબ આપતા હોય છે. તેઓ ટવીટ કરી ઉમેદવારોના પ્રશ્ન હલ કરતા હોય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App