USA: હવે દુનિયાભરમાં ફરી એકવાર કોરોના મહામારી ઘાતક બનતી જાય છે. કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં યુએસએ અને બ્રાઝિલમાં 1017 અને 1106 વ્યક્તિના મોત નીપજ્યા છે. કોરોનાને કારણે રશિયામાં પણ 799 વ્યક્તિના મોત થયા હતા.
વર્લ્ડોમીટર વેબસાઇટ પર જાહેર કરેલ કોરોનાના આંકડા મુજબ, દુનિયામાં કોરોનાના કુલ 2,73,146 નવા કેસો નોંધાવાને કારણે કોરોનાના કુલ કેસોની સંખ્યા 209,619,484 શુધી પહોંચી ગઈ છે. જ્યારે 5495 વ્યક્તના મોત થવાને કારણે કુલ કોરોના મૃત્યુ આંક 43,99,007 થયો છે. યુએસએમાં છેેલ્લા ઘણાં દિવસોથી કોરાનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એક દિવસમાં સરેરાશ એક લાખ કરતા વધારે કોરોનાના કેસો સામે આવી રહ્યા છે અને હવે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે.
બાઇડન વહીવટીતંત્રએ પણ વિમાન, બસ, ટ્રેન અને એરપોર્ટ પર માસ્ક પહેરવું ફરજિયાત જાહેર કરી દીધું છે. અમેરિકા માટે પોપે ખાસ વિડિયો સંદેશ જારી કરીને કોરોનાની રસી મુકાવાના કૃત્યને એક્ટ ઓફ લવ ગણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, કોરોનાની રસી સંપૂર્ણ સુરક્ષિત છે અને તે કોરોનાના ચેપની સામે રક્ષણ પૂરું પાડે છે. છેલ્લા 24 કલાકમાં બ્રાઝિલમાં કોરોનાના નવા 37,613 કેસો નોંધાવાને કારણે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 20,416,183 ને પાર પહોચી છે. જ્યારે 1106 વ્યક્તીના મોતને કારણે કોરોનાનો કુલ મૃત્યુઆંક 5,70,598 થયો છે.
રશિયામાં પણ દિવસના કોરોનાના સરેરાશ 20,000 નવા કેસો સામે આવી રહ્યા છે. બુધવારે 20914 કેસો નવા નોંધાવા સાથે રશિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 66,63,473 થઇ ગઇ છે. માત્ર મોસ્કોમાં જ કોરોનાના નવા 1590 કેસો નોંધાયા હતા. 799 વ્યક્તિના મોત થવા સાથે રશિયામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 1,72,909 થયો છે. આ દરમિયાન આજે ન્યુઝીલેન્ડમાં કોરોનાના નવા 6 દર્દીઓ નોંધાવાને કારણે સમગ્ર દેશમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. છેલ્લા છ મહિનાથી કોરોનાનો એક પણ દર્દી ન્યુઝીલેન્ડમાં નોંધાયો ન હતો.
મળતી માહિતી અનુસાર, વોશિગ્ટન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસિન દ્વારા કરવામાં આવેલાં અને જર્નલ ઇમ્યુનિટીમાં પ્રકાશિત અભ્યાસના તારણો અનુસાર રસી દ્વારા પેદા થયેલા એન્ટીબોડીઝને ડેલ્ટા વેરિઅન્ટ હરાવી શકતો નથી. આ જ કારણે રસી લેનારા મોટાભાગના લોકો ડેલ્ટા વેરિઅન્ટના કેરમાંથી બચી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.