અમદાવાદની 5 સ્ટાર હોટલમાં દાળમાંથી નીકળ્યું જીવડું; AMCના ફૂડ વિભાગે 50,000નો ફટકાર્યો દંડ

ITC Narmada Hotel News: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ હોટલ અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલા ખાદ્ય પદાર્થમાંથી જીવડા નીકળતા હોવાના કેટલાક કિસ્સાઓ વધી રહ્યા છે. જો કે હવે ફાઈવ સ્ટાર હોટલમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના સેટેલાઈટ (ITC Narmada Hotel News) વિસ્તારમાં આવેલ ITC નર્મદા હોટલમાં ગ્રાહકને પીરસવામાં આવેલા સંભારમાંથી જીવડું નીકળ્યું હતુ.

જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમે હોટલને જંગી દંડ ફટકાર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગને એક વિડિયો ફરિયાદ મળી હતી જેમાં એક ગ્રાહકને તેના રૂમમાં પીરસવામાં આવેલી દાળમાં મેગોટ્સ મળી આવ્યા હતાઆ બાબતની જાણ થતાં ફૂડ વિભાગની ટીમ પણ તાત્કાલિક હોટલમાં આવી પહોંચી હતી.

જ્યાં કિચનમાં તપાસ કરતાં ગંદકી તેમજ કોઈ અખાદ્ય પદાર્થ નહતો મળી આવ્યો. જો કે નિરીક્ષણ દરમિયાન કોઈ ઉલ્લંઘન જોવા મળ્યું ન હતું, આરોગ્ય વિભાગે કડક ચેતવણી સાથે ઔપચારિક નોટિસ જારી કરી હતી અને હોટલને રૂ. 50,000 નો દંડ ફટકાર્યો હતો. તમને જણાવી દઈએ કે વસ્ત્રાપુરમાં હયાત અને પ્રાઇડ પ્લાઝા અને આશ્રમ રોડ પર મેરિયોટ દ્વારા ફેરફિલ્ડ પછી, આઇટીસી નર્મદા બીજી એક પોશ હોટેલમાં પણ આવી જ એક ઘટના બની હતી.

આ દરમિયાન કંપનીનો એક કર્મચારી ઈડલી સંભાર આરોગી રહ્યો હતો, ત્યારે તેની નજર સંભારમાં તરી રહેલા વંદા પર પડી હતી. જેનો વીડિયો ઉતારીને તેણે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ સાથે જ હોટલના સ્ટાફને જાણ કરતાં શેફે ઉડાઉ જવાબ આપ્યો હતો. જેથી ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવતા હોટલના રસોડાને સીલ મારવામાં આવ્યું હતુ.