અ’વાદના કરોડપતિ પિતાની એકની એક દીકરી ડ્રગ્સના રવાડે… ડ્રગ્સની એક પડીકી માટે આખીરાત યુવકો ચૂંથતા રહ્યા- ત્રણવાર થઈ પ્રેગ્નન્ટ

હાલ અમદાવાદ (Ahmedabad)માંથી એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના કરોડપતિ બાપની દીકરી ડ્રગ્સ (drugs)ના રવાડે ચડતા તેની આખી જિંદગી બરબાદ થઇ ગઈ છે. જાણવા મળ્યું છે કે, નિશા(નામ બદલ્યું છે) ગર્ભશ્રીમંત પરિવારની દીકરી હતી અને પાછી એકની એક. પિતાના કરોડોના બિઝનેસ અને મિલકતની એક માત્ર વારસદાર નિશા હતી. પિતાની કરોડોની આવક અને લાડના કારણે નિશા પણ વૈભવી લાઈફસ્ટાઈલ જીવતી હતી.

સિગારેટથી શરુઆત, ડ્રગ્સની પડીકી સુધી વ્યસન પહોંચ્યું:
નિશાના મોટાભાગના મિત્રો યુવકો હતા. જેના કારણે નિશા મોડી રાત સુધી મિત્રો સાથે ફરતી હતી. આ દરમિયાન નિશાના પર્સમાંથી સિગારેટના પેકેટ મળવા લાગ્યા. નિશાની માતા પણ તેનાથી ચિંતામાં પડી ગઈ અને નિશાના પિતાને આ વાતની જાણ કરી. પિતા આ વાત નજર અંદાજ કરી અને નિશાને તેની રીતે જિંદગી જીવવા માટે રોક ટોક કરવાનું બંધ કર્યું. પરંતુ આ સિગારેટનું વ્યસન ડ્રગ્સની પડીકી સુધી પહોચી ગયું હતું. એટલે કે, માલેતુજાર પરિવારની નિશાને સિગારેટ પીવાની સાથે સાથે ડ્રગ્સની લત લાગી.

નિશાને ડ્રગ્સની લત લાગેલી હોવાને કારણે એની સાથે ફરતા યુવકો નિશા સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધતા હતા. જેને પગલે નિશાને ગર્ભ રહી ગયો હતો. તેથી નિશાને ગર્ભપાત કરવાની નોબત આવી હતી. આ દરમિયાન નિશાની માતાને નિશા પાસેથી ગર્ભપાતની ગોળીઓ મળી આવી હતી. તેમજ ગર્ભપાત કરાવ્યાનું પણ જણાયું હતું. અત્યંત મોટા ગજાના આ ઉદ્યોગપતિની દીકરીને ધનવાન પરિવારના યુવકોએ જ ડ્રગ્સના રવાડે ચઢાવી હતી. એટલું જ નહીં, ડ્રગ્સની એક પડીકી માટે નિશાને તેઓ એક જ રાતમાં અનેક યુવાનો સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતા. આ સિલસિલો રોજનો થઈ જતા નિશા ત્રણ વખત ગર્ભવતી પણ બની અને ગર્ભપાત કરાવવો પડ્યો હતો.

ખચકાટ સાથે પોલીસનો સંપર્ક કર્યો, પોલીસે નિશાને છોડાવી:
ત્યારબાદ હવે શું કરવું પરિવારને કઈ ખબર ન હતી, એટલામાં પરિવારને વધુ આઘાત લાગ્યો. આ વખતે નિશાનો અર્ધ નગ્ન વીડિયો સામે આવ્યો જેમાં ત્રણ ચાર યુવકો તેને ચૂંથતા હતા. આ જોઈને મા-બાપના પગ નીચેથી જમીન સરકી ગઈ. જેને લઈને નિશાના પિતાએ પોતાના અંગત મિત્રને નિશા વિશે જાણ કરી. આ મિત્ર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક PIને જાણતા હતા તેમની પાસે લઈ ગયા. PI પણ આ બધું જોઈ-જાણીને હચમચી ઉઠ્યા હતા.

ત્યારબાદ PI દ્વારા આ યુવાનોને બોલાવવામાં આવ્યા હતા. આ સમયે યુવાનો પણ મોટા પરિવારના હતા. જેથી તેમને બચાવવા પરિવારના સભ્યો આવી ગયા હતા. તેમ છતાં પણ યુવકોને પોલીસ સ્ટાઇલમાં સબક શીખવડ્યો હતો. તેમજ PIએ યુવકોને બચાવવા આવેલા લોકોને બોલાવ્યા અને આ વીડિયો બતાવ્યા. આનાથી યુવકને બચાવવા આવેલ લોકો શરમથી નીચે માથું નાખી જતા રહ્યા હતા. નિશાને અન્ય રાજ્યના રિહેબ સેન્ટરમાં મોકલવમાં આવી છે. જ્યાં હાલ તેણીની ટ્રીટમેન્ટ થઈ રહી છે.

આ અંગે નિશાની માતાએ જણાવ્યું હતું કે, “એ દિવસને યાદ કરું છું ને મારા શરીરમાં ધ્રુજારી છૂટી જાય છે. મારી નિશા સવારે મોડી ઉઠી ને તેના બાથરુમમાં ધોવાના કપડા લેવા હું ગઈ. પણ તેના અંડર વિયરમાં મેં લોહીના ડાઘા જોયા. મને લાગ્યું હશે કાંઈ લેડીઝ પ્રોબ્લેમ.. પણ તેના રૂમમાંથી ગોળીનું પેકેટ મળ્યું. પણ એ ગોળી તો ગર્ભપાત માટેની હતી. આ દૃશ્ય જોતા જ મને પરસેવો છૂટી ગયો. નિશાને અમે દવાખાને લઈ ગયા તો ખબર પડી કે હજી કાલે જ તેણે ગર્ભપાત કરાવ્યો છે. આ જાણીને તો અમારો પરિવાર પણ હચમચી ઉઠ્યો. નિશા ડ્રગ્સની એડિક્ટ થઈ ગઈ,  કોઈની સાથે શારીરિક સંબંધ બાંધ્યો, ગર્ભવતી થઈ ને ગર્ભપાત કરાવવા સુધીની નોબત આવી ગઈ..”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *