Ahmedabad News: કાયદો-વ્યવસ્થાનું પાલન કરાવવાનું જેમનું કામ છે, તેવી પોલીસ જ દારૂના નશામાં ધૂત હોય તો તમે કોની પાસે ન્યાયની આશા રાખી શકો. હકીકતમાં શહેરમાં દારૂના નશામાં એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં(Ahmedabad News) આવેલા ખોડિયારનગર પાસે મોડીરાત્રે પોલીસ કોન્સ્ટેબલે બાઈક પર જઈ રહેલા પરિવારને અડફેટે લીધો હતો, જેમાં બે બાળક અને પતિ-પત્નીને ઈજા થઈ હતી.આ મામલે એમ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મચારીની ધરપકડ કરી તેને જામીન પર મુક્ત કર્યો છે.
ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં
ગુરુવારે મોડીરાત્રે વાસણા વિસ્તારમાં આવેલા ખોડિયારનગર પાસે નંબરપ્લેટ વગરની કારના ચાલકે બે બાળક સાથે બાઈક પર જઈ રહેલાં પતિ-પત્નીને અડફેટે લીધાં હતાં. નંબર ટ વગરની અને પોલીસનું બોર્ડ લગાવેલી કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેના પગલે લોકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. બાઈક પર રહેલા પરિવારને ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
નંબર પ્લેટવાળી કારથી એક પરિવારને લીધો અડફેટે
અકસ્માતને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જે બાદ ઈજાગ્રસ્ત દંપતી અને તેમના બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ દરમિયાન બ્લેક ફિલ્મવાળી અને નંબર પ્લેટ વગરની વેગેનાર કારમાથી પોલીસકર્મીનું આઈકાર્ડ, પાકીટ, પોલીસ લખેલું બોર્ડ સહિત સામગ્રી મળી આવી હતી.
જામીન પર મુક્ત કર્યો
ઘટનાની જાણ થતાં ટ્રાફિક-પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. એમ ડિવિઝન પોલીસે પરિવારની પોલીસ ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. પોલીસ-તપાસમાં જાણવા મળ્યું હતું કે કાર સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિજયની છે, જેથી પોલીસે વિજયની રાત્રે ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જામીન પર મુક્ત કર્યો હતો.
પોલીસવાળો પીધેલી હાલતમાં હતો
તેમણે વધુમાં જણાવતાં કહ્યું હતું કે કારચાલક અકસ્માત સર્જી ભાગવા જતો હતો ત્યાં કારનું ટાયર ફાટી ગયું એટલે ભાગી શક્યો નહી, પબ્લિક અહીં આવીને કારચાલકને જોરદાર ફટકાર્યો છે, આ ગાડી પોલીસની છે, એમાં પોલીસ લખેલું હતું એ પ્લેટ અને બંને બાજુની નંબરપ્લેટ કાઢીને લઈ ગયા છે. અહીંના લોકોનું કહેવું હતું કે પોલીસવાળો પીધેલી હાલતમાં હતો, બાજુમાં હોટલ આવેલી છે અને ત્યાં સીસીટીવી ચેક કરવાનું કહ્યું તો પોલીસના ડરથી તેમણે ના પાડી દીધી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App