ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ના સરખેજ(Sarkhej)ના ફતેવાડી(Fatehwadi) વિસ્તારમાં રોડ પર અચાનક મોટો ભૂવો પડી જવાને કારણે એક્ટિવા સાથે આતિફખાન પઠાણ નામનો એક યુવક અંદર ઘુસી ગયો હતો. યુવક અચાનક ભૂવામાં પડી જવાને કારણે આજુબાજુ રહેલા લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિકો દ્વારા દોરડાની મદદથી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો અને રાહતના સમાચાર એ છે કે, સદનસીબે યુવકને કોઈ ઇજા થઈ ન હતી.
એક્ટિવા લઈને ભૂવામાં પડતા યુવકના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં આ રીતે અચાનક ભૂવા પડી જાય તેવા કેટલાક વિસ્તારો છે, જેમાં અચાનક જ પોલાણ સર્જાય જવા પામે છે અને ભૂવા પડે છે, જેની જાણકારી મેળવવી ખુબ જ જરૂરી છે.
મળતી માહિતી અનુસાર, સરખેજના ફતેવાડી કેનાલ પાસે લમ્બે પાર્ક નજીક આતિફખાન પઠાણ એક્ટિવા લઈને પસાર થઇ રહ્યો હતો. ત્યારે અચાનક જ એક્ટિવાનું પાછળનું ટાયર ભાગ થોડો ખાડામાં પડ્યો હોય એવું તેને લાગ્યું હતું અને જેવો ઊતરીને તે જોવા જતો હતો ત્યાં જ મોટો ખાડો પડી ગયો અને તે એક્ટિવા સાથે અંદર ખાબક્યો હતો. યુવકને બચાવવા આવેલા લોકો ભૂવો પડે તે પહેલા જ ત્યાંથી દૂર થઈ ગયા હતા. ભૂવામાં એક્ટિવા સાથે યુવક પડી જવાની ઘટનાને પગલે આજુબાજુ રહેલા લોકો ભેગા થઇ ગયા હતા અને યુવકને બચાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, 2000 મીલીમીટર વ્યાસની મુખ્ય ડ્રેનેજ લાઈનમાં ભૂવો પડ્યો હતો. પરંતુ યુવક પાણીમાં પડ્યો હોત તો તેને જીવ ગુમાવવાનો વખત આવ્યો હોત. અચાનક જ એકાએક ભૂવો પડ્યો છે. ત્યાં ભૂવો પડી શકે તે પ્રકારનું કોઈ પોલાણ નહોતું. જોકે ઘટનાને કારને તાત્કાલિક મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. એક્ટિવા સાથે યુવક ભૂવામાં પડતો હોવાનાં લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.