અમદાવાદમાં યુવતીને ભાઈ સાથે થઇ ગયો પ્રેમ- પછી તો બંને ફોનમાં વાત કરતા થયા અને…

અમદાવાદ(ગુજરાત): અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરાને તેની સગી માસીના દીકરા સાથે પ્રેમ થયો હતો. પોતાની નાનીના ઘરે અવારનવાર મળતાં હોવાથી તેઓ વચ્ચે પ્રેમસંબંધ બન્યો હતો. ત્યારબાદ બંને ફોન પર વાત કરતાં હતાં. સગીરાની માતાએ મહિલા હેલ્પલાઇન 181માં ફોન કરી દીકરીને સમજાવવા માટે ફોન કર્યો હતો. જ્યારે હેલ્પલાઇનની ટીમે ત્યાં પહોંચી કાઉન્સેલિંગ કરતાં સગીરાએ જણાવ્યું હતું કે, મારી ભૂલ થઈ ગઈ હતી અને મેં સુધારવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ મારાં માતા-પિતા ભૂલને યાદ કરાવી મને બહાર બદનામ કરતાં હતાં. હું પ્રેગ્નેટ છું એવું લોકોને કહી બદનામ કરે છે અને આ ત્રાસથી કંટાળીને સગીરાએ તેમની સાથે રહેવાની ના પાડી હતી.

ચાંદખેડામાં રહેતી મહિલાનો ફોન મહિલા હેલ્પલાઇન અભયમ્ 181ને આવ્યો હતો. અને જણાવ્યું હતું કે, મારી 16 વર્ષની દીકરીને મારી બહેનના દીકરા સાથે સંબંધ છે અને અવારનવાર સમજાવવા છતાં સમજતી નથી. ઘણી વાર અડધી રાતે તથા કેટલીકવાર ત્રણ દિવસે ઘરે આવે છે, જેથી વસ્ત્રાપુર લોકેશનની ટીમ ત્યાં પહોંચી છોકરીનું કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરતાં નાનીના ઘરે જ્યારે બધા ભેગા થયા હતા. ત્યારે મારા માસીના દીકરા સાથે વધારે વાતચીત થતી હતી. માત્ર ફોન પર જ વાત કરતી હતી, જેની મારા ઘરે જાણ થતાં તેમણે મને ઢોરમાર માર્યો હતો.

ત્યારબાદ મને મારી ભૂલ સમજાઈ ગઈ હતી. મેં એવું કશું જ નથી કર્યું અને માફી પણ માગી હતી. મારી ભૂલ સુધારવાની વાત કરી હતી, પરંતુ તેઓ ભૂલ સુધારવાની જગ્યાએ તેઓએ ભૂલ યાદ અપાવતાં હતાં. અને યાદ કરીને માર મારતાં હતાં. જ્યાં રહે છે ત્યાં તેમજ મારા પરિવારમાં પણ ખોટી વાતો કરીને બદનામ કરે છે. હું પ્રેગ્નેટ છું એમ કહી મારી છાપ ખરાબ કરે છે.

હકીકતમાં મેં એવું કંઈ જ કર્યું નથી. માતા-પિતા બંને શારીરિક ત્રાસ આપે છે. મારું ભણવાનું પણ બંધ કરાવી દીધું છે. મારે મારાં માતા-પિતા સાથે રહેવું નથી, અહીંથી લઇ જાઓ એવું તેણે હેલ્પલાઇનની ટીમને જણાવ્યું હતું, તેની ઉંમર 16 વર્ષની હોવાથી તેને ચાઈલ્ડલાઈનને જાણ કરી હતી. ત્યારબાદ ચાઇલ્ડલાઈનને સગીરા સોંપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *