કોરોનાગ્રસ્ત ઈરાને ઓમાનની ખાડીમાં પોતાનું જ યુદ્ધ જહાંજ મિસાઈલ દ્વારા તોડી પાડ્યું હતું. તોડી પાડવામાં આવેલા નૌકાદળના આ જહાજે જળસમાધી લીધી હતી. આ હુમલામાં 19 નેવીના સૈનિકોના મોત નિપજ્યા છે, જ્યારે અનેક ઘાયલ થઈ ગયા છે.
ઈરાનની સરકારી ટીવી ચેનલે આ ઘટનાની જાણકારી આપતા કહ્યું હતું કે આ ઘટના ગઈ કાલે રવિવારે તેહરાનની દક્ષિણ પૂર્વમાં જસ્ક બંદર નજીક બની. આ ઘટના ઈરાન દ્વારા કરવામાં આવી રહેલા સૈન્ય અભ્યાસ દરમિયાન બની હતી.
આખી શિપ જ તોડી નાખી
જે જંગી જહાંજ પર મિસાઈલ છોડવામાં આવી તે હેંડિઝન-ક્લાસ સપોર્ટ શિપ કોનારક હતી. આ હુમલામાં શિપ પૂરે પૂરી નષ્ટ થઈ ગઈ છે. જોકે ઈરાની મીડિયાએ આ ઘટનાને એક દુર્ઘટના ગણાવતા કહ્યું હતું કે, આ શિપ મિસાઈલના ટાર્ગેટથી ખુબ જ નજીકના અંતરે હતી.
નૌસૈનિક અભ્યાસ દરમિયાન બની આ દુર્ઘટના
અમેરિકા સાથે વધતા જતા સંઘર્ષ વચ્ચે ઈરાને તાજેતરમાં ઓમાનની ખાડીમાં પોતાનીએ પકડ મજબુત બનાવવા માટે મોટાપાયે નેવીએ અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસમાં ઈરાની નેવીએ કોનારક શિપને પણ તૈનાત કરી હતી.જેમાં ઈરાન ને અવળા હાથની ખાવી પડી છે.
કેવી હતી નષ્ટ થયેલી કોનારક શિપ?
હોલેંડથી 1988માં ખરીદવામાં આવ્યા બાદ ઈરાનની નેવીની આ શિપને 2018માં જ અપગ્રેડ કરવામાં આવી હતી. આ શિપની લંબાઈ 47 મીટર છે. જેમાં 20 સૈનિકો સવાર હોય છે. ઈરાન આ શિપની સમુદ્રી વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે પણ ઉપયોગમાં લેતુ હતું.
અમેરિકી નેવીએ કોઈ જ પ્રતિક્રિયા નથી આપી
આ વિસ્તારમાં તૈનાત અમેરિકી નેવીની 5મીએ ફ્લીટે હજી સુધી આ દુર્ઘટનાને લઈને કોઈ જ પ્રતિક્રિયા નથી આપીએ. દુનિયાનો 20 ટકા ક્રુડ ઓઈલનો જથ્થો આ હોરમુઝની ખાડીમાંથી પસાર થાય છે અને ઈરાન આ ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ વધારવા માટે સતત નૌકાદળની ગતિવિધિઓને અંજામ આપતુ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news