હાલમાં મોટાભાગનાં લોકો દીકરીનું જીવનમાં મહત્વ સમજી ગયાં છે. PM મોદીએ પણ દીકરીને લગતી અનેકવિધ યોજના બહાર પાડીને મહત્વમાં વધારો કર્યો છે. આપને જણાવી દઈએ કે, સુરત શહેરને ‘દાનવીરની નગરી’ કહેવામાં આવે છે એ પણ કઈ એમ જ નથી કહેવામાં આવતી નથી. તો આવો જાણીએ…
શહેરમાં આવેલ મોટા વરાછા વિસ્તારમાં ‘લાઇફ લાઈન ચેરિટેબલ’ ટ્રસ્ટ દ્વારા એક નવી તેમજ અનોખી પહેલની શરૂઆત કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા ‘દીકરી દત્તક યોજના’ ની શરૂઆતથી કોઈપણ જાતનાં ખર્ચ લીધા વગર પાત્ર શોધીને લગ્ન કરાવવામાં આવે છે.
ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ ઇટાલિયા જણાવે છે કે, અમે કતારગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર ચલાવી રહ્યાં હતા. ત્યાં દંપતીના વિવાદ સમજતા કુલ 4,000 જેટલા કેસ સામે આવ્યા છે. તેમાં જણાઈ આવ્યું છે કે, સ્વભાવ, મિલકત તથા શિક્ષણની ખોટી જાણકારી, બીમારી મુળ કારણ હતા તેમજ વિવાદ સર્જાતાં હતા.
આવી બાબતો સંસ્થા ઘરે જઈને ચેક કરે તો વિવાદ ન સર્જાઈ તેવી વ્યવસ્થા થવી જોઈએ. જેને કારણે દીકરી દત્તક યોજનાનો અમારી સંસ્થાને વિચાર આવ્યો હતો. ત્યારબાદ આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેને લીધે અનેક દીકરીઓને પોતાનું પાત્ર મળ્યું છે.
દીકરીને 1 લાખના બોન્ડ, 12 દીકરીના લગ્ન કરાવ્યા, 325 દીકરી વેઈટિંગમાં :
ટ્રસ્ટ ઉપપ્રમુખ નિતાબેન નારિયા જણાવે છે કે, અત્યાર સુધીમાં માત્ર 12 દીકરીના લગ્ન કરાવ્યા છે. હજુ પણ કુલ 325 દીકરી વેઇટિંગમાં છે. લગ્નમાં કુલ 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ દીકરી માટે સંસ્થા તરફથી કરવામાં આવે છે. લગ્ન પહેલા પ્રિવેડિંગ સેરિમની પણ કરે છે. જેને લીધે દીકરીને એવી ફિલિંગ આવે તે કે, તેના માતા-પિતા જ લગ્ન કરાવી રહ્યા છે.
લગ્ન કર્યાં પછી 1 લાખ રૂપિયાનો બોન્ડ પણ દીકરીને આપવામાં આવે છે. લગ્ન ધામધુમથી કરવામાં આવે છે. ફક્ત ગરીબ અથવા તો સામાન્ય પરિવાર નહીં પણ કરોડપતિ ઘરની દીકરીઓ પણ MBBS, CA, પ્રોફેસર જેવી દીકરીઓ તેમજ બધી જ જ્ઞાતિની દીકરીઓ નોંધણી કરાવવા માટે આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle