વાવાઝોડું પહોચે એ પહેલા જ પોલીસ કર્મીએ ૯૦ વર્ષીય વૃદ્ધાને પોતાની પીઠ પર ઉચકીને સલામત સ્થળે પહોચાડ્યા -જુઓ વિડીયો

તમે અવારનવાર પોલીસ લોકોને લાકડીઓ વડે મારતા હોય છે તેવા વિડીઓ ખુબ જોયા હશે અને તેવા વિડીઓ સોશિયલ મીડિયામાં પણ ખુબ વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જ એક વિડીઓ સોશિયલ મીડિયામાં ખુબ જ વય્ર્ય થઇ રહ્યો છે. આ વિડીઓ જોઇને લોકો પણ આ પોલીસકર્મી પર ગર્વ અનુભવે છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર કિસ્સો… 

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડીઓમાં એલઆરડી જવાન વૃદ્ધાને પોતાની પીઠ પાછળ બેસાડીને લઇ જતો હોય તેવો વિડીઓ અને ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ભયાનક વાવાઝોડું તાઉ-તે આવે તે પહેલાં જ રાજકોટ જીલ્લાની પડધરી પોલીસ ટીમે 750 લોકોને સહીસલામત સ્થળે ખસેડીને એક બિરદાવવા લાયક કાર્ય કર્યું હતું. આ સમય દરમિયાન અત્યંત અશક્ત ૯૦ વર્ષના એક વૃદ્ધાને એલઆરડી જવાને પોતાની પીઠ પર બેસાડીને એક કિલોમીટર દુર સલામત સ્થળે ખસેડ્યા હતા. જે એક ખુબ જ ગૌરવપુર્ણ ઘટના કહી શકાય.

750 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા:
ભયાનક વાવાઝોડું તાઉ-તે આવે તે પહેલાં જ પડધરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી એમ લગારીયા અને પોલીસ ટીમે ઝુંપડાઓ-કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીને હંગામી ધોરણે શરુ કરી દીધી હતી. પડધરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી એમ લગારીયા અને પોલીસ જવાનોએ આવી વિકટ પરિસ્થિતિમાં  ગંભીરતા દાખવીને લોકોને શક્ય હોય તેટલી ઝડપથી સલામત સ્થળે ખસેડવામાં સહાયરુપ થતા હતા. પોલીસ જવાનોએ 750 લોકોને જુદાજુદા સ્થળે સલામત રીતે ખસેડી લીધા હતા.

અશક્ત વૃદ્ધાને પીઠ પર ઉંચકી LRD જવાન દોડ્યો:
પડધરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી એમ લગારીયા અને પોલીસ ટીમે મોટી તળોલ ગામમાં ઝુંપડા-કાચા મકાનોમાં રહેતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યા હતા. જયારે ભયના માહોલમાં લોકોના હાથમાં જેટલો સામાન હાથવા આવે એ લઈને દોડ્યા હતા. કોઈની કાખમાં નાના બાળકો હતો તો કોઈના માથે સમાન હતો જેટલો પણ સામાન લઇ શકાય તેટલો સામાન લઈને લોકો દોડી રહ્યા હતા. આ દરમિયાન શારીરિક રીતે અશક્ત ૯૦ વર્ષીય વૃદ્ધા જેતુબેન ભાવસીંગભાઈ જખાણીયા ને ચાલવામાં ખુબ મુશ્કેલી થતી હતી. જેથી જેતુબેનની આ દયનીય હાલત જોઇને પીએસઆઈ વી એમ લગારીયા અને પોલીસ જવાનોનું હ્રદય દ્રવી ઉઠ્યું અને એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર LRD જવાન જશમતભાઈ માનકોલીયા,સુભાષભાઈ સહિતની ટીમે જેતુબેનને ઉંચકી પીઠ પર ઉપાડી લીધા અને એક કિલોમીટર દુર આવેલી એક સ્કુલમાં સલામત રીતે પહોચાડી દીધા.

ખાટલામાં મહિલા દર્દીને લઈને દોડ્યા:
લોકોને સલામત સ્થળે પહોચાડવા માટે પોલીસ પાસે સમય ખુબ ઓછો હતો. જેને લીધે એક મહિલા દર્દીને પીઠ પાછળ ઉચકીને લઇ જવા માટે સક્ષમ ન હતા. પોલીસ જવાનોએ એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર મહિલા દર્દીને ખાટલામાં સુવડાવી રાખી અને ખાટલા સહીત મહિલાને સહીસલામત સ્થળે પહોચાડવામાં આવ્યા.

સેલ્યુટ છે સમગ્ર પોલીસ ટીમને:
પડધરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી એમ લગારીયા અને પોલીસ ટીમને ખરેખર સલામ કરવાનું મન થાય છે. પીએસઆઈ વી એમ લગારીયાએ નિખાલસતાથી જણાવતા કહ્યું છે કે અમે અમારી ફરજ બજાવી છે. અમને પણ અમારા કાર્ય પર ગર્વ છે. કુદરતી કે કુત્રિમ પરિસ્થિતિના સમયે પોલીસ નાગરિકોના જાનમાલની રક્ષા કરે છે, જેથી અમે અમારી ફરજ બજાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *