રિપોર્ટર: વિનોદ પટેલ, Ankleshwar News:અંકલેશ્વર બી ડિવિઝન અને જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરમાંથી 16 દિવસ પહેલા મળેલ અસ્થિર મગજની બીમારીથી(Ankleshwar News) પીડતી મહિલાને તેના પરિવાર સાથે સુખદ મૂલન કરાવ્યુ હતું.
ગત તારીખ-24મી માર્ચના રોજ અંકલેશ્વરની ડીસન્ટ હોટલ પાસેથી એક માત્ર દોઢ દિવસનું નવજાત બાળક ત્યાજી દીધેલ હાલતમાં મળી આવ્યું હતું જે બાળકીને અંકલેશ્વરની મમતા હોસ્પિટલમાં ખસેડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નજીકના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બાળકની માતાને શોધી કાઢી હતી. જે મહિલા અસ્થિર મગજની હોવા સાથે તેણીને પ્રથમ ભરૂચની સખી વન સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાને રહેવાની તકલીક ઊભી થતાં જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રજનીશસિંગ અને પોલીસ દ્વારા સુરતની માનવ સેવા ટ્રસ્ટ ખાતે ખસેડવામાં આવી હતી.
મહિલાની સારવાર બાદ તે મધ્ય પ્રદેશની રહેવાસી હોવા સાથે તે સુરતમાં ઈંટના ભઠ્ઠા ઉપર કામ અર્થે આવી હતી. જેથી પોલીસે અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા મહિલાના પરિવારને સંપર્ક કર્યો હતો અને આજરોજ તેણીને પરિવાર સાથે સુખદ મૂલન કરાવ્યુ હતું.
આ પહેલા સુરતમાં બની હતી આવી ઘટના
સમાજ સેવિકા હેતલ નાયકે કહ્યું કે, ત્રણ ચાર દિવસ પહેલાં બાળક આવી ગયું હતું. તેને કિન્નર સમાજ સાથે મળવું હતું. જેથી આ બાળકને મળ્યાં તેનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે એ ડિસ્ટર્બ હોવાનું સામે આવ્યું હતું. તેનું એબ્યુઝમેન્ટ પણ થયું છે. હજુ 18 વર્ષ નથી થયા. તેને ઘરનું એડ્રેસ બહેનનું પાલેજ ખાતેની ખબર હતી. જેથી ત્યાંના કિન્નર સમાજનો સંપર્ક કરીને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. ત્યારે ખૂબ જ કરુણ દ્રશ્યો સર્જાયાં હતાં. તેના બહેન બનેવીને મળીને બાળક ખૂબ જ રડયું હતું. આવા કામ કરવાનો અનેરો આનંદ મળે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App