ભરૂચમાં અંધશ્રદ્ધાએ લીધો બાળકનો જીવ! સાપ કરડ્યો તો હોસ્પિટલના બદલે ભૂવા પાસે લઈ જવાયો, જાણો સમગ્ર મામલો

Bharuch Superstition News: ખબર નહિ આ અંધશ્રધા નામનો કીડો સમાજમાંથી ક્યારે દૂર થશે… કારણકે ફરી એકવાર અંધશ્રદ્ધાના કારણે એક બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામે બની છે,જ્યાં એક બાળકને(Bharuch Superstition News) સાપ કરડ્યા બાદ હોસ્પિટલ લઇ જવાને બદલે ભૂવા પાસે લઇ જવામાં આવ્યો હતો. બાળકને સમયસર સારવાર ન મળતા બાળકે જીવ ગુમાવ્યો છે.

બાળકને સાપ કરડ્યા બાદ સારવાર ન મળતા મોત
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે એક માસૂમ બાળકને સાપ કરડ્યો હતો તે દરમિયાન બાળકના વાલીઓ હોસ્પિટલના બદલે ભાથીજી મહારાજના મંદિરે લઈ ગયા હતા.અને બાળકને સારવાર વગર બે કલાક સુધી મંદિરમાં બેસાડી રાખ્યો હતો ત્યારે દર્દથી કણસતા માસૂમનું આખરે કરૂણ મોત નિપજ્યું હતું.

જો કે શિક્ષણના અભાવે અંધશ્રધ્ધાનો ઘાતક પુરવાર થાય છે એ બાબત સાર્થક થઈ છે.જો કે આ દુ:ખદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બાળકનું અકાળે મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

કડક પગલાં લેવા માંગ
સમગ્ર ઘટના મામલે વિજ્ઞાનજાથાના ચેરમેન જયંત પંડ્યાએ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે ભુવા સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તાજેતરમાં જ વિધાનસભામાં કાળા જાદુ વિરોધી બિલ પાસ કરવામાં આવ્યુ છે. ત્યારે સરકારે લાવેલા કાયદાની કડક અમલવારી થાય તે જરૂરી છે.

આ દુ:ખદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બાળકનું અકાળે મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.