ભરૂચ વાગરામાં બે ટુવ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત- ચાર ઘાયલ

Published on Trishul News at 6:58 PM, Sat, 10 February 2024

Last modified on February 10th, 2024 at 7:03 PM

Bharuch Accident: ભરૂચના વાગરામાં હનુમાન ચોકડી પાસે ફૂલ સ્પીડમાં આવતી બે બાઇક વચ્ચે અકસ્માત(Bharuch Accident) સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા જ્યારે બાઇક પર સવાર અન્ય બે લોકો સહિત ચાર લોકોને ગંભીર રીતે ઇજા થઇ હતી. જે બાદ તેમણે વધુ સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વાગરામાં બે બાઇક વચ્ચે અકસ્માત
ભરૂચના વાગરામાં હનુમાન ચોકડી પાસે ફૂલ સ્પીડમાં આવતી બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા જ્યારે બાઇક પર સવાર અન્ય બે લોકો સહિત ચાર લોકોને ગંભીર રીતે ઇજા થઇ હતી. જે બાદ તેમણે વધુ સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે આવી ગયો હતો અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

પરિવારમાં શોકનો માહોલ
અકસ્માતની જાણ થતાં જ પરિવારના સભ્યોને થતા તેઓ તાત્કાલિક સ્થળ દોડી આવ્યા હતા. ત્યારે આ લોકોના મોતથી પરિવાર સહિત ગ્રામજનોમાં માતમનો માહોલ છવાઈ ગયો છે.આ અગાઉ પણ રાજ્યમાં આવી અનેક ગોઝારી ઘટના સામે આવી ચુકી છે.જેમાં કેટલાય પરિવારના દિપક બુજાયા છે,ત્યારે વધુ એક અકસ્માતની ઘટનાના પગલે મૃતકોના પરિવારમાં આક્રન્દ છવાયું છે.

ગઈકાલે પણ આવી ગોઝારી ઘટના સામે આવી હતી
ગતરાત્રિએ પણ આમોદ તાલુકાના આનોર ગામમાં ભત્રીજીની લગ્નની કંકોત્રી આપવા નીકળેલા બે કાકાના નાહીએર ગામ નજીક છોટા હાથી ટેમ્પો સાથે અકસ્માત સર્જાતા બંનેના મોત નિપજ્યા હતાં. બંને કાકાના મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.અકસ્માત મામલે અમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.