ભાવનગરમાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ- જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?

ભાવનગર(ગુજરાત): ભાદરવા મહિનાના પ્રારંભથી વરસાદે(Rain) જાણે ભારે જોર પકડ્યું છે. અષાઢ અને શ્રાવણ માસમાં વરસાદની ખાસ્સી ઘટ રહ્યાં બાદ ભાદરવા માસમાં મેઘરાજા જાણે મન મૂકીને વરસી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં આજે સોમવારે(monday) સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે. જાણવા મળ્યું છે કે, ભાવનગર(Bhavnagar)માં સવારે 6 થી 10 કલાકમાં 33 મિ.મી વરસાદ, છેલ્લા 24 કલાકમાં ઘોઘા(Ghogha)માં 10 મિ.મી વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત, મહુવામાં 4 મિ.મી, ભાવનગરમાં 40 મિ.મી, વલ્લભીપુરમાં 07 મિ.મી, સિહોરમાં 5 મિ.મી વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લામાં સવારે 6 થી 10 કલાકમાં 33 મિ.મી, ઘોઘામાં 23 મિ.મી, ઉમરાળામાં 3 મિ.મી, વલ્લભીપુરમાં 3 મિ.મી, સિહોરમાં 3 મિ.મી વરસાદ ખાબક્યો હતો. ગઈ મોડી રાત્રે શરૂ થયેલા વરસાદ પગલે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા. જેમાં કુંભારવાડા, કરચલીયા પરા, પોપટનગર ઇન્દીરાનગર, સુભાષનગર, ઘોઘાસર્કલ, કળિયાબીડ સહિતના વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા ગયા હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળ્યું છે કે, કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયુંભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું. કુંભારવાડા વિસ્તારના લોકોને શહેર તરફ આવવા જવા માટે માત્ર એક રસ્તો એવો કુંભારવાડા અંદર બ્રિજમાં પાણી ભરાઇ જતાં રેલવે ક્રોસિંગ ખાતે ફાટક બંધ થતાં મસ મોટો ટ્રાફિક જામ થયો હતો.

ભાવનગર શહેરમાં સતત ત્રણ દિવસે વરસાદના આગમનને પગલે આજે સોમવારે સવારે ભાદેવા શેરીમાં મકાન ધરાશાયી થયું હતું. જોકે, ત્યાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. મકાન પડવાને લઈ રોડ પર પડેલો ઇમલો સ્થાનિક લોકોએ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઘોઘામાં પડ્યો હતો.

આ વર્ષે અષાઢ તથા શ્રાવણ માસ કોરા ધાકોડ વિતતા લોકોમાં ઘેરી નિરાશા સાથે દુષ્કાળનો ભય પણ ફેલાયો હતો. પરંતુ, ભાદરવા મહિનાના પ્રારંભ સાથે જ કુદરતની કપરી કસોટીનો જાણે અંત આવ્યો હોય તેમ છેલ્લા 6 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. આ વરસાદી માહોલને પરિણામે ભાવનગર શહેરમાં શનિવારે રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ગણતરીના કલાકોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *