થ્રીલર ફિલ્મની કહાનીને ટક્કર મારે તેવી ઘટના: ભુજમાં 3 મહિના પહેલાં ‘મરી ગયેલી’ દીકરી થઈ જીવતી, જાણો સમગ્ર મામલો

Kutch Crime News: થ્રીલર ફિલ્મની કહાનીને ટક્કર મારે તેવા બહુચર્ચિત કચ્છના ખાવડાના ખારી ગામના કિસ્સામાં આપઘાતનું તરકટ રચનાર રામી અને અનિલે ભુજમાં ભટકતું જીવન વિતાવતા વૃદ્ધની હત્યા કરી સળગાવી દઈને સમગ્ર ખેલ પાડ્યો હતો. ત્રણ માસ પ્રેમી યુગલ ફરાર રહ્યા બાદ પશ્ચાતાપમાં (Kutch Crime News) માફી માંગવા પિતા પાસે આવતાં ભાંડો ફૂટી ગયો હતો. દરમિયાન એ વૃદ્ધના ફોટો સ્કેચ પરથી મૂળ માનકુવાના અને હાલ ભુજ રહેતા મૃતકના ભાઈએ ખાવડા પોલીસનો સંપર્ક કરતાં મૃતક તેમના ભાઈ ભરતભાઈ પ્રતાપભાઈ ભાટીયા હોવાનું જણાવતાં પોલીસે આરોપી યુગલની વિધિવત ધરપકડ બતાવીને હત્યાનો ગુનો નોંધ્યો હતો.

ક્રાઇમ પેટ્રોલને પણ ટક્કર મારે તેવી કહાની
આ અંગે મળતી માહિતી મુજબ ખારી ગામે પરણેલી રામી કાના ડેભા ચાડ અને ખારી ગામે જ રહેતા અનિલ ગોપાલભાઈ વિશ્રામભાઈ ગાગલ વચ્ચે પ્રેમ સંબંધ હોઈ રામીએ અનિલને કહ્યું હતું કે, “તું મને મૃત જાહેર કરી દે તો હું તારી પાસે આવી જાઉં” જેથી છેલ્લા એક મહિનાથી આરોપી અનિલ બિનવારસુ લાશની શોધખોળ કરતો હતો. આ દરમિયાન ત્રણ જુલાઈની રાત્રે હમીરસર તળાવ પાસે બાંકડા પર બેઠો હતો. ત્યારે બાજુના બાંકડા પર વૃદ્ધ માણસ બેઠો હતો, તેને અનિલે નામ ઠામ પૂછતાં તેણે પોતાનું નામ ભરત પ્રતાપભાઈ ભાટીયા હોવાનું જણાવ્યું હતું અને તે પરિવારમાં કોઈ ન હોઈ એકલવાયું જીવન વિતાવતા હોવાનું જણાવતાં આરોપી અનિલને તેમનો પીછો કરીને જે જગ્યાએ હતભાગી ભરતભાઈ સૂતા હતા. ત્યાંથી મોડી રાત્રે ઈકો કારમાં અપહરણ કરીને ભોજરડો અને છછીના રણમાં લઈ જઈ ગળે ટૂંપો આપીને હત્યા નિપજાવ્યા બાદ ખારી ગામે રામીને ફોન કરીને જાણ કર્યા બાદ ખારી ગામે આરોપીના વાડામાં વૃદ્ધની લાશને ઉતારી તેમના પર કચરો નાખી ઢાંકી દીધી હતી.

મૃતને ડીઝલ નાખીને સળગાવ્યા
બાદમાં પ્લાન મુજબ રામીએ 19 જૂનના ‘પોતે જિંદગીથી કંટાળી ગઈ છું અને તમને મારા પર જે અપેક્ષાઓ છે. તે હું પૂરી કરી શકું તેમ નથી મને માફ કરજો’ તેવા મોબાઈલ ફોનમાં અલગ અલગ બે વીડિયો બનાવીને 5 જુલાઈના રોજ રામીએ પોતાના પિતા સાકરાભાઈને મોકલીને પૂર્વ પ્લાન પ્રમાણે 5 જુલાઈના સવારે સાડા અગિયાર વાગ્યે લાશને આરોપી તેના વાડામાંથી બાજુમાં આવેલા કાના કરશન ચાડના વાડામાં લાશને લઈ જઈને અનિલ અને રામીએ મૃત વૃદ્ધને લાકડાની ભારી પર મૂકી ડીઝલ નાખીને સળગાવી ચિતામાં રામીએ પોતાના કપડાં, ઝાજર, બંગડી અને બાજુમાં મોબાઈલ, ચંપલ મૂકી બંને આરોપીઓ મોટર સાયકલ પર નાસી જઈને રવેચી(રવ) ગયા હતા.

જ્યાં એક રાત રોકાયા બાદ બીજા દિવસે આરોપી અનિલ મૃત જાહેર કરાયેલી રામીના બેસણામાં ખારી ગામે આવ્યો હતો. ત્યાં આરોપી અનિલ અને રામી બંને જણાઓ એક મહિનો ભાણવડ તાલુકાના કબરખા ગામે રહ્યા હતા. ત્યારબાદ ભુજ ખાતે ઉમેદનગર કોલોનીમાં મકાન ભાડે રાખી રહ્યા હતા. દરમિયાન ગુનો કર્યાના પશ્ચાતાપમાં રામી 27 સપ્ટેમ્બરની રાત્રે નાડાપા ગામે રહેતા તેમના પિતા સાકરાભાઈ કરમણભાઈ કેરાસીયાને મળવા ગઈ હતી અને ‘‘મને માફ કરી દો’’ કહી રડી પડી હતી.

પરિવારને મળવા જતા ભાંડો ફૂટ્યો
જ્યાં એક રાત રોકાયા બાદ બીજા દિવસે આરોપી અનિલ મૃત જાહેર કરાયેલી રામીના બેસણામાં ખારી ગામે આવ્યો હતો. ત્યાં આરોપી અનિલ અને રામી બંને જણાઓ એક મહિનો ભાણવડ તાલુકાના કબરખા ગામે રહ્યા હતા. ત્યારબાદ ભુજ ખાતે ઉમેદનગર કોલોનીમાં મકાન ભાડે રાખી રહ્યા હતા. દરમિયાન ગુનો કર્યાના પશ્ચાતાપમાં રામી 27 સપ્ટેમ્બરની રાત્રે નાડાપા ગામે રહેતા તેમના પિતા સાકરાભાઈ કરમણભાઈ કેરાસીયાને મળવા ગઈ હતી અને ‘‘મને માફ કરી દો’’ કહી રડી પડી હતી.

પિતાએ દીકરીનો કર્યો અસ્વીકાર
સાકરાભાઈએ દીકરીને સ્વીકારવાની ના કહી પોલીસમાં હાજર થઈ જવાનું કહેતા રામી અને તેનો પ્રેમી અનિલ નાસી ગયા હતા. ખાવડા પોલીસે રાપર વિસ્તારમાંથી પ્રેમી યુગલને પકડી પાડ્યા બાદ સમગ્ર બનાવ પરથી પડદો ઉંચકાયો હતો. આરોપી અનિલની પૂછપરછમાં અજાણ્યા હતભાગી વૃદ્ધની ઓળખ મેળવવા ખાવડા પોલીસે તપાસ કરી હતી. દરમિયાન ભુજમાં જે દુકાન નીચે અજાણ્યો વૃદ્ધ સૂતો હતો તે દુકાન શિવમ ટ્રેડર્સના માલિકની મદદથી મૃતક વૃદ્ધનો સ્કેચ તૈયાર કરાયો હતો. જે સ્કેચ પરથી મૃતકના ભાઈ નરેશભાઈ પ્રતાપભાઈ ગાંધીએ મૃતક તેમના ભાઈ ભરતભાઈ પ્રતાપભાઈ ભાટીયા મૂળ માનકુવાના હાલ ભુજ રહેતા હોવાની ઓળખ પોલીસને આપી હતી. ખાવડા પોલીસે આરોપી રામી અને તેના પ્રેમી અનિલ ગાગલ સામે હત્યાની કલમ તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.