બે કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત; ઘટના સ્થળે જ ત્રણ યુવકોને ભરખી ગયો કાળ

Bikaner Accident: રાજસ્થાનના બિકાનેરમાં શુક્રવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા હતા અને આ ઘટના રાસીસરના(Bikaner Accident) ભરત માલા રોડ પર બની હતી. તેમજ નોખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા આ અકસ્માતમાં એક યુવક પણ ઘાયલ થયો છે. ત્યારે ઘાયલ યુવકને સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.

બે કાર વચ્ચે અથડામણ
શુક્રવારે ભારત માલા રોડ પર બે કાર ટકરાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ઘાયલ યુવકને કારમાંથી બહાર કાઢ્યો હતો.

માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર જામ થઈ ગયો હતો. બિકાનેર પોલીસે બંને વાહનોને સ્થળ પરથી હટાવીને જામ હટાવ્યો હતો. સ્થળ પર હાજર ભીડને પણ રસ્તો ખોલવા માટે કહેવામાં આવ્યું હતું. ઘટના બાદ ઘણા લોકો તેનો વીડિયો બનાવતા પણ જોવા મળ્યા હતા.

પોલીસે તપાસ કરી વાહનો કબ્જે કર્યા
અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે બંને વાહનો કબજે કર્યા છે. મૃતકોના મૃતદેહને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. તેમજ વરસાદને કારણે રસ્તો ભીનો હતો. ત્યારે આવી સ્થિતિમાં, શરૂઆતમાં એવી આશંકા છે કે ડ્રાઇવરે સ્લીપ થવાને કારણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હશે. જોકે, ઇજાગ્રસ્ત યુવકની પૂછપરછ બાદ જ ઘટનાની સ્પષ્ટ અને સચોટ વિગતો મળી શકશે. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.

ત્રણેય મૃતકો એક જ ગામના રહેવાસી
નોખા સર્કલના ઓફિસર હિમાંશુ શર્માએ જણાવ્યું કે અકસ્માત પુલ પાસે થયો હતો. બે કાર વચ્ચે ટક્કર થવાની માહિતી મળી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને કાર સંપૂર્ણ કુરચો વળી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય મૃતકો રાસીસર ગામના રહેવાસી છે. મૃતકોના નામ હજુ સુધી જાણવા મળ્યા નથી. તેમણે જણાવ્યું કે બંને ઘાયલોને તાત્કાલિક બીકાનેર રિફર કરવામાં આવ્યા છે. આ અકસ્માત વધુ સ્પીડના કારણે થયો હતો. બંને કાર સામસામે અથડાયા હતા.જો કે હવે પોલીસ તપાસ કરે તો સાચું કારણ બહાર આવી શકે છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:  Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
  • એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App  આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App