હાલમાં એક ખુબ ગર્વ થાય એવાં સમાચાર સામે આવી રહ્યાં છે. IIM ઇન્દોર દ્વારા કેટનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષ દરમિયાન સમગ્ર રાજ્યમાંથી કુલ 4,500 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. તજજ્ઞોના મત પ્રમાણે પરિણામમાં રાજ્યના કુલ 300 વિદ્યાર્થીને IIM જેવી દેશની પ્રખ્યાત મેનેજમેન્ટ કોલેજમાં પ્રવેશ મળવાની સંભાવના રહેલી છે.
અમદાવાદના આર્યવ્રત બઘેલે 99.99 પર્સન્ટાઇલ સાથે ભારતમાં 10મો ક્રમાંક તેમજ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ વર્ષ દરમિયાન પરીક્ષાનું આયોજન IIM ઇન્દોર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં ભારતમાં કુલ 9 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે.
સમગ્ર દેશમાંથી કુલ 2 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ટાઇમના ડાયરેક્ટર સતીશ કુમારે કહ્યું હતું કે, કોરોનાને લીધે વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2020માં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો, જ્યારે વર્ષ 2021માં ફરી વધારો થશે. રિઝલ્ટના અનુમાન મુજબ, સમગ્ર ગુજરાતમાંથી કુલ 4,500 જેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી કુલ 300 જેટલા વિદ્યાર્થીઓને દેશની પ્રતિષ્ઠિત કોલેજોમાં એડમિશન મળશે એવો અંદાજ રહેલો છે.
કોરોનાને કારણે પરીક્ષાનો સમયમાં થયો ઘટાડો :
તજજ્ઞોના મત પ્રમાણે, આ પરીક્ષાની તૈયારી કરવાં માટે વિદ્યાર્થીઓને પૂરતો સમય મળ્યો હતો. તેમ છતાં વિદ્યાર્થીઓની સુવિધા માટે 3 કલાકની પરીક્ષાનો સમયમાં ઘટાડો કરીને માત્ર 2 કલાકનો કરી દેવામાં આવ્યો હતો, જેથી ગુણભારમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.
અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થી પરીક્ષા આપવાથી દૂર રહ્યા હતા. કેટલાંક વાલીઓએ ફી ભરી હોવા છતાં પણ બાળકોને પરીક્ષાથી દૂર રાખવામાં આવ્યા હતા, જેને લીધે ગયા વર્ષની તુલનામાં સંખ્યામાં ઘટાડો થયો હતો. જયારે આવતા વર્ષે ફરી વધારો થશે એવી સંભાવના રહેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle