આજકાલ વધી રહેલા આત્મહત્યાના કેસો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. જેમાં છત્તીસગઢના મહાસમુંદમાં એક મહિલાએ પોતાની 5 દીકરી સાથે બુધવારે મોડી રાત્રે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. ત્યારબાદ તમામના મૃતદેહો ગુરુવારે સવારે રેલવેટ્રેક પર 50 મીટર દૂર દૂર સુધી વિખરાયેલા જોવા મળ્યા હતા. મૃત્યુ પામનારા તમામની ઉંમર 10થી 18 વર્ષ વચ્ચેની હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળ્યું છે કે, દારૂડિયા પતિ સાથેના વિવાદને કારણે મહિલાએ આ પ્રકારનું પગલું ભર્યું હતું. સૂચના મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જિલ્લાના ઈમલીભાંઠા નહેર પુલિયાની પાસે ગુરુવારે સવારે લોકોને રેલવેટ્રેક પર મૃતદેહ જોયા તો કોતવાલી પોલીસ સ્ટેશનને સૂચના આપી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ ઉપરાંત રેલવેને પણ આ બનાવ અંગે જાણકારી આપવામાં આવી અને ટ્રેનની અવરજવરને રોકવામાં આવી હતી.
બેમચામાં રહેતી મહિલા ઉમા સાહુ (45 વર્ષ)ના પતિ કેઝરામને દારૂ પીવાની લત હોવાનું પણ સામે આવ્યું હતું. તે બુધવારે સાંજે પણ શરાબ પીને ઘરે આવ્યો ત્યારે પતિ-પત્ની વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. વાત એટલી વધી ગઈ કે, ઉમા સાંજે લગભગ 7:30 વાગ્યાની આસપાસ પોતાની પાંચેય દીકરી અન્નપૂર્ણા સાહુ (18 વર્ષ), યશોદા સાહુ (16 વર્ષ), ભૂમિકા (14 વર્ષ), કુમકુમ (12 વર્ષ) અને તુલસી (10 વર્ષ)ને લઈને ઘરમાંથી નીકળી ગઈ. ત્યારબાદ તેમની કોઈ ખબર મળી જ નહિ. રાત્રે લગભગ 9થી 9:30 વચ્ચે લિંક એક્સપ્રેસની સામે તમામે એકસાથે કૂદીને જીવ આપી દીધા હોવાનું સામે આવ્યું છે.
પોલીસનું કહેવું છે કે, ઘટના મોડી રાત્રે થઈ હશે. મહિલા અને ત્રણ દીકરીના મૃતદેહ થોડા દૂર મળ્યા, જ્યારે અન્ય બે પુત્રીના શબ ટ્રેકની આગળ પડેલા મળ્યા હતા. મૃતદેહની સાથે તેમનાં ચંપલો પણ દૂૂર દૂર સુધી પડેલા જોવા મળ્યા હતા. પોલીસનું કહેવું છે કે, આજુબાજુના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ મહિલા અને તેમની દીકરીઓની ઓળખ થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.