ગુજરાત રાજ્યમાં ક્રાઈમનાં બનાવોમાં વધારો થયો છે. વારંવાર ચોરી, લૂટફાટ, મારામારી તેમજ હત્યા જેવાં બનાવો બહાર આવી રહ્યા છે. તે સમયે ઘણા બનાવોમાં પરિવારનાં સભ્યો દ્વારા જ પરિવારનાં સભ્યની હત્યા કરવામાં આવતી હોવા અંગેનું બહાર આવે છે, તે સમયે ગાંધીનગર જીલ્લામાં નણંદે ભાભીની હત્યાની સોપારી આપીને હત્યા કરાવી હોવા અંગેનો બનાવ બહાર આવ્યો છે. પણ પોલીસની તપાસમાં હત્યાનો ભાંડો ફૂટતા નણંદ તેમજ હત્યા કરનાર ઇસમને જેલમાં જવા માટેનો વારો આવ્યો હતો.
રિપોર્ટ મુજબ દહેગામનાં બારડોલી કોઠીમાં એક યુવતીની હત્યા કરવામાં આવેલી મૃતદેહ પોલીસને મળ્યો હતો. જેથી પોલીસે આખા મામલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને હત્યાનો ગુનો નોંધીને હત્યારાઓની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, નર્મદાની કેનાલમાંથી જે યુવતીનો મૃતદેહ મળ્યો છે તે યુવતીનું નામ નિમિષા રાઠોડ છે તેમજ તે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં સ્વીપર તરીક તરફ બજાવી રહી હતી. પોલીસને તપાસમાં મૃતક નિમિષાની નણંદ પર શંકા જતા પોલીસે નણંદ અંજના રાઠોડની અટકાયત કરવામાં આવી અને એની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછમાં અંજના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેને ઘરઘાટી રાજેશની સાથે મળીને નિમિષાની હત્યા કરી હતી તેમજ એ પછી લાશને નર્મદાની કેનાલમાં ફેકી દેવામાં આવી હતી. રાજેશને હત્યા કરવા માટે અંજનાએ 50,000 રૂપિયા પણ આપ્યા હતા. પોલીસની પૂછપરછમાં અંજના દ્વારા કબૂલાત કરવામાં આવી હતી કે, નિમિષાની હત્યા કરવા માટે ઘરઘાટી રાજેશે અગાઉ નિમિષાને હાઈબ્લડ પ્રેશરની ગોળીઓ પાણીમાં ભેળવીને પીવડાવી હતી તેમજ નિમિષા બેભાન થાય બાદ એને કેનાલમાં નાંખી દેવાનું જણાવ્યું હતું પણ નિમિષાએ દવા વાળું પાણી પીધા બાદ પણ તે બેભાન થઇ ન હતી.
જેથી ઘરઘાટી રાજેશે 50,000 રૂપિયાની લાલચમાં નિમિષાની પથ્થરનાં ઘા મારીને હત્યા કરી હતી. પથ્થર મારીને હત્યા કર્યા પછી રાજેશે નિમિષાનાં મૃતદેહને નર્મદાની કેનાલમાં ફેંકી દીધો હતો. અપરાધીઓને એમ હતું કે, તે હત્યા કર્યા પછી બચી જશે પણ તેમને હત્યા કર્યા પછી જેલમાં જવા માટેનો વારો આવ્યો. અત્યારે તો પોલીસે નિમિષાની હત્યા કરાવનાર નણંદ અંજના તેમજ ઘરઘાટી રાજેશની ધરપડક કરવામાં આવી છે. અંજનાએ શા માટે 50,000 રૂપિયા આપીને રાજેશ પાસે નિમિષાની હત્યા કરાવીને તે તો આવનારા દિવસોમાં જ પોલીસની તપાસમાં જાણવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle