પત્ની અને સાળાએ એટલો ત્રાસ આપ્યો કે, વડોદરાના પતિએ કંટાળીને કરી લીધો આપઘાત અને સુસાઇડ નોટમાં…

હાલમાં એવાં ઘણા કેસો સામે આવે છે જેમાં લોકો નજીવા કારણોસર આત્મહત્યા કરી લેતાં હોય છે. દિવસેને દિવસે આત્મહત્યાના કેસોની સંખ્યામાં ભારે વધારો જોવા મળે છે. આ દરમિયાન વડોદરામાંથી હજી એક એવો કેસ સામે આવ્યો છે જેમાં એક યુવકે આપઘાત કરી લીધો છે.

વડોદરા શહેરના પથ્થરગેટ વિસ્તારમાં 4 દિવસ પહેલા એક યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવ્યો હતો. જેમાં મૃતકે આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં આપઘાત માટે પત્ની અને સાળાને જવાબદાર ગણાવ્યા છે. પોલીસે પત્ની અને સાળા વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.

વડોદરા શહેરના પથ્થર ગેટ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય રમણભાઇ રાવળ નિવૃત્ત જીવન જીવે છે. પોલીસ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના મોટા દિકરા ગોપાલની પત્ની મનિષા છેલ્લા ઘણા વર્ષોથી ઝઘડો કરતી હતી અને પોતાની જ મરજી મુજબ પિયર જતી રહેતી હતી. તે ગોપાલના અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને ઝઘડા કરતી હતી. મનીષાના પરિવારજનોની મધ્યસ્થી બાદ સમાધાન થતાં પરત આવતી હતી. પરંતુ, તેના સ્વભાવમાં કોઈ ફેરફાર આવ્યો ન હતો. મનીષાનો ભાઇ પણ ગોપાલને હેરાન કરતો હતો તેથી તે માનસિક સ્ટ્રેસ અનુભવતો હતો.

બીજી ફેબ્રુઆરીના રોજ ગોપાલે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઉપરાંત તેની પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં આત્મહત્યા માટે પત્ની મનિષા અને તેનો ભાઇ ગિરીશ હોવાનું જણાવ્યું છે. કહી શકાય કે, મનિષાએ માનસિક ત્રાસ આપી ગોપાલને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો છે. આ ઉપરાંત તેના ભાઈ ગિરીશ અને તેની બહેન નિમિષાએ ગોપાલ વિરૂદ્ધ મનીષાને ઉશ્કેરવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.

ફરિયાદના આધારે પોલીસ દ્વારા મનીષા રાવળ તેમજ ગિરીશ રાવળ વિરૂદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ આઇપીસી 306, 507 અને 114 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *