ઉત્તરાખંડ(Uttarakhand)ના હલ્દ્વાની(Haldwani)માં ભારે વરસાદ(Heavy rain) કારણે તોફાની બનેલી ગૌલા નદી(Gaula River)માં ફસાયેલા એક હાથીને મંગળવારે રેસ્ક્યુ(Elephant rescue) કરવામાં આવ્યો હતો. વન વિભાગ(Forest Department)ના અધિકારીઓએ જણાવતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરાખંડ રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને કેટલીય નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
View this post on Instagram
ભારે વરસાદને લીધે ગૌલા નદીમાં પણ જળસ્તર ખુબ જ વધી ગયું છે. મંગળવારે અહીં હલ્દ્વચૌર અને લાલકુઆં વચ્ચે એક હાથી પાણીમાં ફસાઈ ગયો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક હાથી નદી વચ્ચે ફસાયેલો છે જોઈ શકાય છે.
હાથીને રેસ્ક્યુ કરીને જંગલમાં છોડવામાં આવ્યો:
વાયરલ વીડિયોની ફોરેસ્ટ ટીમ દ્વારા પુષ્ટી કરવામાં આવી છે. DFO સંદીપ કુમારે જણાવતા કહ્યું હતું કે, અમને લોકોને હાથી નદી વચ્ચે ફસાયો હોવાની જાણકારી મળી હતી. અમે રેસ્ક્યુ ટીમને ઘટના સ્થળ પર મોકલી આપવામાં આવી હતી અને અંતે હાથીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હાથીને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.
ઘણા રાજ્યોના પ્રવાસીઓ ફસાયેલા છે:
ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. ઘણા વિસ્તારોમાં નદીના પ્રવાહને કારણે પુલ તૂટી ગયા છે. આ કારણે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ ફસાયેલા છે. લોકોને બહાર કાવા માટે એરફોર્સ તૈનાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
નૈનીતાલમાં ભારે વરસાદને કારણે હાહાકાર:
ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે, નૈનીતાલ તરફ જતા ત્રણ રસ્તાઓ પર ટ્રાફિક જેવી પરિસ્થિતિ સર્જાય ગઈ છે, જેના કારણે આ પ્રવાસન સ્થળ રાજ્યના બાકીના વિસ્તારો સાથેનો સંપર્ક ગુમાવી ચૂક્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દહેરાદૂનમાં જણાવ્યું હતું કે, વાદળ ફાટવા અને ભૂસ્ખલન પછી ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. ધામીએ ખાતરી આપી હતી કે, રાજ્યમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીમાં સહાય માટે ત્રણ સૈન્ય હેલિકોપ્ટર ટૂંક સમયમાં આવશે. આમાંથી બે હેલિકોપ્ટર નૈનીતાલ મોકલવામાં આવશે. જ્યાં ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
સહાયની ઘોષણા:
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પૂર પીડિતોને વળતર આપવાની જાહેરાત કરી છે. ઉધમ સિંહ નગરમાં પૂર પીડિતોને મળ્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘રાજ્યમાં આફતમાં 47 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને જેમના મકાનો તૂટેલા છે તેમને 1 લાખ 9 હજાર રૂપિયા આપવામાં આવશે. જેમને પશુ નુકશાન થયું છે તેમને પણ મદદ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.