દુષ્કર્મ (Mischief)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. એવામાં હાલમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ગોંડલ (Gondal)ની સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં 13 વર્ષની તરુણીએ બાળકીને જન્મ આપતાં તરુણી પર તેના મોટાબાપુએ મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના અલીરાજપુર (Alirajpur)માં દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો હતો. આ પછી તરુણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી ફરિયાદના આધારે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
યુવતીને જમવાનું આપવાની લાલચ આપી ઘરમાં બોલાવી:
વાસ્તવમાં, તેર વર્ષીય સગીરા મધ્ય પ્રદેશના અલીરાજપુરના કોહીવાવ સ્કૂલ ફળિયામાં દાદા-દાદી સાથે રહે છે. ત્યારે આદિવાસી પરિવારની આ તરુણી પોતાના ઘર પાસે હાથમાં માત્ર રોટલી લઈ ઊભી હતી. ગરીબ પરિવારની આ તરુણીને રોટલી સિવાય નસીબમાં અન્ય કોઈ અન્ન નહોતુું, આ દરમિયાન બાજુમાં જ રહેતા તેના મોટાબાપુ રમેશ નાનજી મેડાએ તરુણીને દાળ-શાકની લાલચ આપી ઘરમાં બોલાવી હતી. આ પછી ઘરમાં ગયેલી માસૂમ તરુણી પર હવસી બનેલા મોટાબાપુએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના પછી તરૂણી ખુબ જ ગભરાઈ ગઈ હતી.
માતા-પીતા વિનાની તરુણી અનાથ જેવી હાલત રહેતી:
જાણવા મળ્યું છે કે, તરુણીના પિતાનું સાત વર્ષ પહેલાં અવસાન થયું છે અને માતાએ બીજા લગ્ન કર્યા છે. પિતાના અવસાન બાદ માતા પણ બીજું ઘર કરી ચાલી ગઈ હોવાને કારણે તરુણીની અનાથ જેવી હાલત હતી. જેથી તરુણી તેના ભાઈ, ભાંડુ, દાદા સાથે રહેતી હતી.
સમય પસાર થતા તરુણી ગર્ભવતી હોવાની પરિવારને જાણ થઈ હતી. આ દરમિયાન મોટાબાપુ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો હતો. આપછી અલીરાજપુરના આઝાદનગર થાણામા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે દુષ્કર્મ આચરનાર મોટાબાપુ રમેશને ઝડપી પાડ્યો હતો, તેમજ જેલહવાલે કર્યો હતો. પોલીસ દ્વારા હાલ આ અંગે વધુ તપાસ ધરાઈ છે.
તરુણી અને ફૂલ જેવી બાળકી હવે કાકા-કાકીના સહારે:
હાલમાં તરુણીએ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ફૂલ જેવી તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે. તેર વર્ષીય દીકરી ગર્ભવતી બનતાં હાલ હડમતાળામાં ખેતમજૂરી કરતાં તેનાં કાકા-કાકી દેખભાળ કરી રહ્યાં છે. તેમજ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.