ગુજરાતમાં ACB એ છ ચોપડી પાસ લોકો પાસેથી રૂપિયા લઈ ડિગ્રી અપાવતી ટોળકી પકડી…

Gujarat ACB trap: ઇડરમાં ધોરણ 10-12 અને માત્ર 6 સુધી અભ્યાસ કરનાર લોકોને ડિગ્રી માટે ઓનલાઇન ફોર્મ ભરાવી નોઈડા ની સંસ્થા દ્વારા  વિદ્યાર્થીઓને પાસ કરાવવા 1, 60,000 ની માંગણી કરતા સંચાલકો સામે એસીબીએ સપાટો બોલાવ્યો છે. એસીબીએ(Gujarat ACB trap) છટકુણું ગોઠવી બે આસિસ્ટન્ટોની અટકાયત કરી છે.

મળતી માહિતી અનુસાર સંચાલકો દ્વારા 22 વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરાવી પરીક્ષા અપાવી હતી. મળતી માહિતી અનુસાર ઇડરની અંબિકા કોમ્પલેક્ષ માં કાર્યરત શ્રી કન્સલ્ટિંગ એકેડેમીમાં ધોરણ 10-12ની પરીક્ષામાં નાપાસ થયેલા તથા ધોરણ અભ્યાસ છોડી દીધો હોય તેવા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષણ સંસ્થાન નોઈડા મારફતે વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવી ડિગ્રી અપાવવાનું કામ થતું હતું.

એકેડેમી પર ભરોસો કરી ભોગ બનનાર 22 વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરી કન્સલ્ટિંગ એકેડેમીના કમલેશભાઈ ગિરધરભાઈ પટેલ સંચાલિત શાળાઓમાં ડીગ્રી માટે પરીક્ષા આપી હતી.  ક્યારે કમલેશભાઈએ પરીક્ષા આપનાર ૨૨ વિદ્યાર્થીઓની પાસ કરાવી આપવા અન્ય કોઈ ફી ન લેવા છતાં ગેરકાયદે રીતે વિદ્યાર્થીઓ પાસે રુ. 1.60 લાખની લાંચની માંગણી કરી હતી.

જોકે ભોગ બનનાર વિદ્યાર્થીઓ લાંચ આપવા ન માંગતા હોવાથી એસીબી નો સંપર્ક આપ્યો હતો. ત્યારબાદ 23 ઓગસ્ટ 2024 ના રોજ એસીબીએ સંચાલિતોને પકડવા છટકણું ગોઠવ્યું હતું. જે વાત રંગે હાથે એસીબીએ ત્રણ સંચાલતોની અટકાયત કરી હતી. સંચાલિત કમલેશકુમાર ગીરધરભાઇ પટેલ,  કાજલ દિપકભાઈ ત્રિવેદી, ઈશુ પ્રકાશભાઈ પટેલ આસિસ્ટન્ટની ધરપકડ કરવામાં આવી છ.  સાથે જ લાંચ ની રકમ પણ પરત મેળવી હતી.