રાજકોટની ધરતી પર જામ્યા બરફના થર, હજુ પણ આટલા દિવસ આ વિસ્તારમાં પડશે વરસાદ- ખેડૂતોના જીવ ચોટયા તાળવે…

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)માં રવિવારના રોજ સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. ત્યારબાદ અમીન માર્ગ, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં મિનિ વાવાઝોડા(Mini…

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)માં રવિવારના રોજ સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. ત્યારબાદ અમીન માર્ગ, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં મિનિ વાવાઝોડા(Mini storms) સાથે વરસાદ(Rain in Gujarat) ખાબક્યો હતો. મળતી માહિતી અનુસાર, લોધિકા, ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજકોટ-કોટડાસાંગાણી હાઈવે પર કરાના થર જામી જવાને કારણે કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો હતો. હાઈવે પર બરફના થર જામતા અનોખા જ દૃશ્યો જોવા મળ્યા હતા. ત્યારે હજુ પણ હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા વરસાદને લઈને આગાહી(Rain forecast) કરવામાં આવી છે.

જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદના કારણે ચિંતાનો માહોલ ઉભો થયો છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં રવિવારના રોજ કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે. હજુ પણ આજે અને આગામી એક દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં હજુ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ અને દક્ષિણ પૂર્વના તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હોળી પ્રગટાવાના સમયે પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજ પછી રાજ્યના રાજકોટ અને ભાવનગરમાં વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ઘણી જગ્યા પર વરસાદના લીધે ઉભા પાકને નુકસાન થયાની ફરિયાદ પણ ઉઠવા પામી છે. રાજકોટના જસદણમાં APMC ખુલ્લામાં પડેલો પાક પલળી જવાને કારણે નુકસાન થયું છે. જે પાકમાં ઘઉં, એરંડા, જીરુ સહિતના પાકનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સવારે 8.30 મિનિટથી 7મી તારીખના સવારના 8.30 સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે 7મી માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને કચ્છ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલા અંબાજી અને બનાસકાંઠા પંથકમાં વરસાદ થયો હતો જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા હતા.

7મી માર્ચના રોજ સૌરાષ્ટ્રમાં હવામાન સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પછી 8મીએ રાજ્યમાં હવામાન સૂકું રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ત્યાર બાદ 8મી માર્ચના રોજ પણ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં છોટા ઉદેપુરમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદની સાથે સાથે રાજ્યના સુરત, નવસારી, ભાવનગર અને અમરેલીમાં 30-40ની ગતિએ પવન ફૂંકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *