મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટ થી જાહેરમાં માસ્ક નહીં પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનારા લોકો, વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.
હાલ આ દંડની જે રકમ રૂપિયા 200 છે તે 1 ઓગષ્ટ થી 500 રૂપિયા કરવામાં આવશે.એટલે કે જો ૧ ઓગષ્ટ પછી જો તમે જાહેરમાં માસ્ક નહિ પહેર્યું હોય તો તમારા ખિસ્સા પર બોજ વધવાનો છે.કેમકે દંડ પેઠે હવે 200 ની જગ્યાએ હવે 500 રૂપિયા ચૂકવવા પડશે. દેશના બીજા રાજ્યોમાં આ દંડ ક્યારનો લાગુ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે.તેને રોકવાના એક પ્રયાસ રૂપે આ પગલું લેવામાં આવ્યું છે.માસ્ક પહેરવું અને સામાજિક અંતર રાખવું એ જ અત્યાર સુધી સૌથી અસરકારક સાબિત થયું છે.
મુખ્ય મંત્રીશ્રીએ નાગરિકો પ્રજાજનોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે. જેથી તમામ લોકો માસ્ક ખરીદી શકે અને કોરોના સામે લડવામાં મદદ રૂપ થઇ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP