ગુરુવારે અકસ્માતની વણજાર! સિદ્ધપુરમાં બાઈક લઈને જતા યુવકનું મોત, તો રાજકોટ-ભાવનગર હાઇવે પર યુવકનું મોત

Gujarat Accident News: ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તે દરમિયાન ગુરુવારની સવાર ગંભીર સાબિત થઈ છે. મળતી માહિતી અનુસાર રાજ્યમાં 3 અલગ-અલગ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. આ તરફ ગઈકાલે એક જ દિવસમાં 5 અકસ્માતના બનાવ સામે આવી રહ્યા છે જેમાં 3 લોકાના મોત થયા હતા. જેથી છેલ્લા 24 કલાકમાં અકસ્માતની ઘટનામાં કુલ 5 વ્યક્તિઓના (Gujarat Accident News) મોત નીપજ્યા છે.

પાટણનાં યુવાનનું માર્ગ અકસ્માતમાં નિપજ્યું મોત
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પ્રસિદ્ધ કાત્યોકના મેળામાં બાઈક લઈને નીકળેલ યુવાનને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર, સિદ્ધપુરના બિંદુસરોવર પુલ પર અજાણ્યા વાહને બાઇક સવારને અડફેટે લીધો હતો. જ્યાં ગંભીર ઇજાઓને કારણે તે યુવકનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક વિગતો અનુસાર મૃતક યુવકનું નામ મયુર પરમાર હોવાનું સામે આવી રહ્યું છે.

રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માત
અને બીજી તરફ રાજકોટ-ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં અનુપસિંહ રાઠોડ નામના વ્યક્તિને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધો હતો. જેમાં ગંભીર ઇજાઓને કારણે અનુપસિંહ રાઠોડ નામના વ્યક્તિનુ મોત નીપજ્યું છે. ઘટનાને લઈ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મૃતક ગૌશાળામાં કામકાજ કરતા હોવાનું સામે આવી રહ્યું છે.

પાલનપુર અમદાવાદ હાઈવે પર કાણોદર નજીક અકસ્માત
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અમદાવાદ હાઈવે પર કાણોદર નજીક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વિગતો અનુસાર અહીં કાર ચાલકે બે વાહનોને ટક્કર મારતા 9 થી વધુ લોકો ઘાયલ થયા છે. અને બીજી તરફ અકસ્માતમાં 9 થી વધુ ઘાયલ થતા સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે. કારચાલક કારમાં ફસાઇ જતા લોકોએ રેસ્ક્યુ પણ કર્યું હતું. ત્યારબાદ કાર ચાલક કાર મુકી ત્યાથી નાસી ગયો ગયો હતો. અને બીજી તરફ ગાડીમાં ફસાયેલા વ્યક્તિને બહાર નીકળવા લોકોએ કવાયત હાથ ધરી હતી. ઘટનાને લઈ ઘાયલોને પાલનપુર સિવિલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *