Gujarat News: રાજયમાં હત્યાના કિસ્સા સતત વધી રહ્યાં છે. પિતાએ તેના સગા પુત્રની હત્યા કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, હળવદના(Gujarat News) ટીકર ગામે રણની ઢસીએ ઘરકંકાસને લીધે 13 મહિનાના પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સગા પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતા ઘરેથી ફરાર થઈ ગયો છે.જો કે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
સગા બાપે બાળકનો ઘા કરતા બાળકને ગંભીર ઇજા થઇ હતી
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ટીકર ગામ પાસે આવેલ રણના ઢસી વિસ્તારમાં રહેતા,અસગરભાઈ અને તેના પત્ની અમીનાબેન વચ્ચે સોમવારે સવારે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. અને ત્યાર બાદ અમીનાબેનના હાથમાં રહેલ તેના દોઢ વર્ષના દીકરાને લઈને અસગરભાઈ ત્યાંથી ભાગી ગયા હતા અને ત્યાર બાદ બાવળની જાળી જેવો વિસ્તાર છે,ત્યાં બાળકનો ઘા કરતા બાળકને ગંભીર ઇજા થઇ હતી.જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું.આ બનાવની હળવદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલમાં આ બનાવમાં મૃતક બાળકની માતા અમીનાબેન અસગરભાઈ માણેક જાતે મિયાણા (24) (રહે. મૂળ કુડા નિમકનગર ગંજા વિસ્તાર તાલુકો ધાંગધ્રા હાલ રહે ટીકર)એ ફરિયાદ લઈને તેના પતિ અજગરભાઈ અનવરભાઈ માણેક મિયાણા વિસ્તાર તાલુકો ધાંગધ્રા સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આક્રન્દના દ્રશ્યોએ લોકોની આંખમાં અશ્રુ લાવી દીધા
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોખ ની લાગણી છવાઈ ગઈ છે ત્યારે પતિ-પત્નીના ઝઘડામાં પુત્રનો જીવ ગુમાવતા પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.જોકે પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ઘટનાની નોંધ લઇ સ્થળ પર જઈ યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. બાળકની લાશને પીએમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરિવારજનોના આક્રન્દના દ્રશ્યોએ લોકોની આંખમાં અશ્રુ લાવી દીધા હતા.ત્યારે આ ઘટનાના પગલે પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રણકાંઠા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ
હળવદ તાલુકાનાં ટીકર ગામે રક્ષની હસીએ પતિ-પત્નીના ઝઘડામાં નાના બાળકની હત્યા કરી નાખતા રણકાંઠા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. બાળકના શરીર માથાના ભાગે ઇજાના નિશોનો જોવા મળી રહ્યા છે. ત્યારે બાળકના મોતથી મૃતક બાળક અરમાનની માતા અમીનાબેન હોસ્પિટલ ખાતે ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી અને તેના પતિ અસગરભાઈ અનવરભાઈ માણેકે જપોતાના પુત્રને ક્રૂરતા પુર્વક મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જણાવ્યું હતું. જો કે, બાળકના મોતનું સાચું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App