Himmatnagar Accident: હિંમતનગરના મોતીપુરાથી ગાંભોઈ તરફ જતા નેશનલ હાઈવે 48 પર આવેલા હિંમતનગરના પોલીટેકનિક ચાર રસ્તા પર આજે બપોરના સુમારે ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતા ગંભીર ઈજાને કારણે તેનું ઘટના સ્થળે મોત(Himmatnagar Accident) નીપજ્યું હતું. આ ઉપરાંત રસ્તે ચાલતી જતી એક મહિલાને પણ ગંભીર ઇજાઓ થતા અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. દિવસ દરમિયાન બનેલી આ અકસ્માતની ઘટના દરમિયાન લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા અને ટ્રાફિક જામ થઇ ગયો હતો.
ક્રેન વડે ટ્રક ઉંચો કરીને બાઈક ચાલકને બહાર કાઢવામા આવ્યો
રેતીની હેરફેર કરતા અને પૂરઝડપે ભીડ ભાડ ભર્યા વિસ્તારમાં દોડતા ડમ્પર ટ્રકે અકસ્માત સર્જવાને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. ટ્રકના નીચે બાઈક અને તેનો ચાલક દબાઈ જવાને લઈ સ્થાનિકોએ ક્રેન બોલાવી હતી. ક્રેન વડે ટ્રક ઉંચો કરીને બાઈક ચાલકને બહાર નિકાળવામાં આવ્યો હતો. જોકે સારવાર માટે લઈ જતા પહેલા જ યુવકનું મોત નિપજ્યું હતુ. બળવંતપુરા નવાનો યુવાન બેફામ દોડતા ટ્રકને લઈ મોતને ભેટ્યો હતો. ઘટનામાં અન્ય બે લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક ટીઆરબી જવાનને પણ ઈજા પહોંચી હતી.
ડમ્પરચાલકના બેદરકારીના કારણે આ ઘટના સર્જાઈ
હિંમતનગરના પોલીટેકનિક ચાર રસ્તા પર થઈ હિંમતનગરના નવા બળવંતપુરા ગામના 45 વર્ષીય મહેન્દ્રસિંહ તખતસિંહ રાઠોડ બાઈક લઈને સિવિલ તરફથી સામેની તરફ પસાર થવા જઈ રહ્યા હતા. દરમિયાન શામળાજી તરફથી અમદાવાદ તરફ જતા ડમ્પરચાલકે પોતાનું વાહન બેદરકારી પૂર્વક હંકારતા બાઈક સાથે ચાલક મહેન્દ્રસિંહને ટાયર નીચે આવી જતાં ગંભીર ઈજાને કારણે તેમનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.
તેમજ રોડ પર ઉભા કિરણબેન ધુળાભાઇ બોરેચા (રહે.ભોલેશ્વર)ને પણ માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હિંમતનગર બાદ અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ
આ અકસ્માતમાં ફરિયાદના આધારે આઇવા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ હિંમતનગરના પોલીટેકનીક ચાર રસ્તા પર ગઈકાલે બપોરના સમયે આઇવા ટ્રક દ્વારા સર્જાયેલા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જે સીસીટીવી અકસ્માતના બીજા દિવસે સામે આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App